Pages

Search This Website

Thursday, 1 September 2022

રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં કેટલું અનાજ મળશે?

તમે રેશનકાર્ડ ધારક છો? તમને ખબર નથી કે આ મહિને તમને કેટલું અનાજ મળવા પાત્ર છે? કયા અનાજ માટે કેટલા રૂપિયા આપવા પડશે અને કયું અનાજ મફત મળશે? રેશનકાર્ડ ધારકોને વિવિધ યોજનાઓ હેઠળ મળતા અનાજ વિશેની સંપૂર્ણ જાણકારી આ પોસ્ટમાં આપેલ છે.

ગુજરાતના રેશનકાર્ડ ધારકોને અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા મુખ્યત્વે નિયમિત વિતરણ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ આપવામાં આવે છે.


રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના – PMGKAY

આ યોજના પ્રધાનમંત્રી દ્વારા કોરોના કાળમાં લોકોને મફતમાં અનાજ મળી રહે તે માટે એપ્રિલ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ૮૦ કરોડ લોકોને મફત અનાજનો લાભ મળ્યો છે. આમ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 1 વર્ષમાં પૂર્ણ થવાની હતી, પરંતુ આ યોજનાને મુદત લંબાવીને સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી કરવામાં આવી છે.


રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ તથા અમદાવાદ શહેરમાં NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને વ્યક્તિદીઠ ૧ કિ.ગ્રા. ઘઉં અને ૪ કિગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તા.૧૧.૦૯.૨૦૨૨ ના રોજ શરૂ કરવામાં આવશે.

આ મહિને મળનાર અનાજનો જથ્થો

રાજ્યના ૭૧ લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોની ૩.૪૪ કરોડ જનસંખ્યાને સપ્ટેમ્બર-૨૦૨૨ મહિનાના રાહતદરના નિયમિત વિતરણ સબંધિત અગત્યની જાણકારી અહી આપેલ છે.

NFSA હેઠળ સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર અનાજ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળવાપાત્ર અનાજનો જથ્થો :

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સપ્ટેમ્બર ૨૦૨૨

અન્નબ્રહ્મ યોજના હેઠળ મળવાપાત્ર અનાજનો જથ્થો:

અન્નબ્રહ્મ યોજના


રેશનકાર્ડ અનાજના વિતરણ અગત્યની માહિતીજાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જુલાઈ મહિનાનું નિયમિત વિતરણ તા.૦૧.૦૯.૨૦૨૨ થી શરૂ કરવામાં આવશે.
NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ અને કેરોસીનના મળવાપાત્ર જથ્થાની વિગત ઉપર મુજબ છે.

વન નેશન, વન રેશનકાર્ડ યોજના

ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલ કોઈપણ વાજબી ભાવની દુકાનેથી પોતાના કોઈપણ હાથના અંગૂઠા/આંગળીનો ઉપયોગ કરી પોતાની ઓળખ આપી અન્ન પુરવઠો મેળવી શકશે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser