મકરસંક્રાંતિના દિવસે ન કરો આ કામ: હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું એક આગવુંજ મહત્વ છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે મકરસંક્રાંતી ઉજવાય છે, તે પ્રમાણે આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 15.1.2023 ના રોજ ઉજવવામાં આવશે.
ઉતરાયણ ના દિવસે દાન દક્ષિણા નું અનેરું મહત્વ હોય છે. સાથે સાથે સ્નાન નું પણ મહત્વ હોય છે. ખાસ કરીને મકરસંક્રાતિના દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.
આ માન્યતાઓ મકરસંક્રાંતિ સાથે જોડાયેલી છે.
મકરસંક્રાંતિ સાથે એક પૌરાણિક માન્યતા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી ગંગાજી નીકળી અને ભગીરથને સમુદ્રમાં મળ્યા હતા.
મકરસંક્રાંતિના શુભ મુહૂર્ત
મકરસંક્રાંતિ 2023 શુભ મુહૂર્તનો સમય
આ વખતે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, 2023 ના રોજ રાત્રે 08.43 વાગ્યે શરૂ થશે. મકરસંક્રાંતિનો શુભ સમય 15 જાન્યુઆરીએ સવારે 06:47 કલાકે શરૂ થશે અને સાંજે 05:40 કલાકે સમાપ્ત થશે. બીજી તરફ મહાપુણ્યકાળ સવારે 07.15 થી 09.06 સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર, પવિત્ર અને મહાન પવિત્ર સમયમાં સ્નાન કરવું અને દાન કરવું શુભ છે. આ દિવસે અભિજિત મુહૂર્ત બપોરે 12.09 થી 12.52 સુધી રહેશે. વિજય મુહૂર્ત આ દિવસે બપોરે 02.16 થી 02.58 સુધી રહેશે.
મકરસંક્રાંતિના દિવસે ન કરો આ કામ.
મકરસક્રાંતિના દિવસે તામસિક ખોરાક ન લેવો.
સંક્રાંતિના દિવસે ડુંગળીને તેમજ લસણથી દૂર રહવું જોઈએ. અને ખાસ માંસનું સેવન પણ ન કરવું જોઈએ. અને તેના જેવા પ્રતિશોધક ખોરાક ન લેવા જોઈએ.
ગુસ્સો ન કરવો તથા અપશબ્દોનો ઉપયોગ ન કરો
પર્યાવરણ ને નુકશાન ન કરવું
કેફી દ્રવ્યો ન લેવા જોઈએ
મકરસંક્રાંતિના દિવસે કોઈપણ પ્રકારનો નશો કરવો વર્જ્ય છે. આ સમયમાં પાન, માવા, ગુટખા વગર લોકોને ચાલતું નથી પરંતુ સંક્રાતિના દિવસે દારૂ, સિગરેટ, માવા નું સેવન ટાળવું જોઈએ તેમજ ખૂબ જ મસાલેદાર ખોરાક પણ ન લેવો જોઈએ.
સ્નાન કર્યા વગર ભોજન ના કરવું
મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસ સ્નાન કર્યા વિના ભોજન ન કરવું જોઈએ. એવું પણ કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગા કે અન્ય કોઈ નદીમાં જઈને સ્નાન કરવું જોઈએ.
ઘરે આવેલાને ખાલી હાથે પાછા ના મોકલવા
મકરસંક્રાંતિ શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે દાન પુનનું અનેરુ મહત્વ છે. આ દિવસે ઘરે કોઈ સાધુ વૃદ્ધ અથવા ભિખારી આવે તો તેને ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ.