Pages

Search This Website

Sunday, 22 January 2023

શું ભૂત-પ્રેત નું અસ્તિત્વ હોય છે? શું છે ધાર્મિક માન્યતા? વિજ્ઞાન શું કહે છે?

શું ભૂત-પ્રેત નું અસ્તિત્વ હોય છે? ધાર્મિક માન્યતા? વિજ્ઞાન શું કહે છે? આજે અમો આપણે તમામ ધાર્મિક માન્યતા અને વિજ્ઞાનિક માન્યતા વિશે જણાવીશું.

ભૂત-પ્રેતના અસ્તિત્વ વિષે હંમેશા બે મત ચાલ્યા આવે છે.
  • ભૂત પ્રેત વિશે ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતા શું કહે છે?
  • ભૂત પ્રેત નું અસ્તિત્વ ખરેખર હોય છે?

આપને બધા નાનપણ માં દાદા દાદી પાસે ભૂત પ્રેત ની વાતો અને વારતા સાંભળતા આવીએ છીએ. નાના હતા ત્યારે આપણે અમુક જગ્યાએ જતા પણ ડરતા હોઈશું. અને આવી વારતા અને સિરિયલ જોઈને ઘણા લોકો એમ વિચારે છે કે કે ભૂતનું અસ્તિત્વ છે તો ઘણા લોકો એમ માને છે કે ભૂત જેવું કશું નથી હોતું. આમ જોઈએ તો અનેક ફિલ્મો અને સિરિયલોમાં પણ ભૂત-પ્રેત નો ઉલ્લેખ જોવા મળે છે. આવું જોતા આવી સ્થિતિમાં મોટા ભાગના લોકોમાં માન્યતા થોડી વધુ વધી જાય છે પરંતુ ભૂત પ્રેત નું અસ્તિત્વ છે કે નહીં તે વિશે ઘણા લોકોમાં હંમેશા મત મતાંતર હોય છે.




અત્યારે આવી ચર્ચા જોરશોરમાં ચાલી થઈ છે. કારણકે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કે જે બાગેશ્વર ધામ માં છે તેને લઈ ને ખૂબ મોટો વિવાદ ચાલી રહયો છે. અહી તમને જણાવી દઈએ કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી પર કેમેરા પર સામે ભૂત ભગાડવાનો અને ખોટો દેખાડો કરવાનો અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આવી પરિસ્થિતિમાં ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ થતો જ હશે કે શું ખરેખર ભૂતપ્રેત હોય છે ખરા? અહી અમે આજે તમને જણાવશું કે આ અંગે ધાર્મિક માન્યતા શું છે અને વૈજ્ઞાનિક માન્યતા શું કહે છે?

અરે ! આટલું બધું સસ્તું !! બહોળો ખરીદીનો લાભ ઉઠાવો...અને સાથે સાથે કૅશબેક તો ખરું જ અને જેટલાને Refer કરશો તેટલા વ્યક્તિ દીઠ 50₹ મળશે એતો અલગ જ. 👌

Install this Application
ખરેખર ભૂત-પ્રેત નું અસ્તિત્વ હોય છે?

ભૂત-પ્રેત ના હોવા કે ના હોવા ના અલગ અલગ લોકોના અલગ અલગ મંતવ્યો છે. ભૂતપ્રેતનું અસ્તિત્વ છે કે નહીં તે અંગે દરેક લોકોના મન માં અલગ અલગ વિચારો છે. અમુક લોકો માને છે કે ભૂત આ દુનિયા પર અસ્તિત્વ ધરાવે છે તો અમુક લોકો ભૂત પ્રેત પર જરા પણ વિશ્વાસ કરતા નથી. તેવા લોકોના માટે ભૂત ફક્ત મનની કલ્પના છે. જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે ભૂત પ્રેત ખરેખર છે કે નહીં તેનો કોઈ સ્પષ્ટ જવાબ હજુ સુધી કોઈ આપી શક્યું નથી.


ભૂત-પ્રેત વિશે ધાર્મિક માન્યતા શું છે?

જ્યારે આપણે ધર્મની વાત કરતા હોઈએ ત્યારે આપણે ઘણી માન્યતામાં ભૂત પ્રેત ની શક્તિઓનું અસ્તિત્વ છે એવું સ્વીકારવામાં આવ્યું છે. આપને જોઈએ છીએ કે દુનિયામાં અલગ અલગ સંસ્કૃતિઓમાં, લોકો આત્માઓ અને મૃત્યુ પછી બીજી દુનિયામાં રહેતા લોકોમાં માને છે અને ઘણા લોકો તેની પૂજા પણ કરે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ધાર્મિક માન્યતા અનુસાર ઘણી જગ્યાએ સ્મશાનમાં જવાની અને ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓને ત્યાં જવાની મનાઈ કરવામાં આવે છે, કારણ કે તે લોકો પર ભૂત-પ્રેત હાવી થઈ શકે છે તેવું માનવામાં આવે છે.

આપને જોઈએ તો ઘણી જગ્યા એ કોઈ વ્યક્તિને ભૂત વળગી ગયું હોય અથવા તો ભૂત પ્રેત ની છાયા માં આવી ગયા હોય તેવી વાતો સામે આવી છે. અને તેને દૂર કરવા માટે ધાર્મિક ક્રિયા કર્મો પણ કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આત્મા અમર છે. માણસના મૃત્યુ પછી આત્મા નાશ નથી પામતી અને ઘણી અસંતુષ્ટ આત્માઓને ભૂત પ્રેત તરીકે ભટકતી હોય એવું માનવામાં આવે છે.



વૈજ્ઞાનિક માન્યતા શું છે?

આમ જોઈએ તો ભૂત પર વૈજ્ઞાનિક આધાર પર સંશોધન કરવું થોડું મુશ્કેલ બની જાય છે કારણ કે તેમાં ઘણી વિચિત્ર અને અણધારી ઘટનાઓ બનતી રહે છે, જેમ કે મૃત વ્યક્તિનો દેખાવ, પડછાયો, ઘરના દરવાજા આપમેળે ખૂલવો વગેરેનો સમાવેશ થાય છે. અહી જણાવી દઈએ કે વર્ષ 2016 માં સમાજશાસ્ત્રીઓ ડેનિસ અને મિશેલ વાસ્કુલે ‘Ghostly Encounters: The Hauntings of Everyday Life’ નામના ભૂત પર એક પુસ્તક લખ્યું હતું અને એ બુકમાં ઘણા લોકો દ્વારા ભૂતના અનુભવ પર વાર્તાઓ લખવામાં આવી હતી. તેમજ એ સાથે જ આ પુસ્તક દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઘણા લોકોને ખાતરી નથી કે તેઓએ ખરેખર કોઈ ભૂત જોયું હતું કે શું હતું..



લોકોનું ભૂતોમાં વિશ્વાસ કરવો એ વિશ્વમાં સૌથી વધુ માનવામાં આવતી પેરાનોર્મલ એક્ટિવિટીમાંથી એક છે. આપને વિજ્ઞાનનું માનીએ તો જ્યારે ભૂતને લઈને વિચાર કરવામાં આવે છે તો સૌથી પહેલી એ વાત સામે આવે છે કે તે વસ્તુ છે કે નહીં? તમને શું લાગે છે શું તેઓ કોઈપણ દરવાજાને ખોલી અને બંધ કરી શકે છે? શું ભૂત વસ્તુઓ વગેરે ફેંકી શકે છે? આમ ભૂત-પ્રેત સાથે જોડાયેલી આ બાબતોને લઈને ઘણા વિવાદો છે. આ તમામ પરીસ્થિતિમાં હજુ સુધી વિજ્ઞાનમાં ભૂતના અસ્તિત્વનો કોઈ સ્પષ્ટ જવાબ નથી.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser