Pages

Search This Website

Sunday, 12 February 2023

વાઢીયામાંથી લોહી નીકળવું જેવા અનેક રોગોનો અક્સીર ઈલાજ છે ફટકડી. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

વાઢીયામાંથી લોહી નીકળવું જેવા અનેક રોગોનો અક્સીર ઈલાજ છે ફટકડી. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.
 



મિત્રો આપને જાણીએ છીએ કે ફટકડી નો ઉપયોગ રસોડાની અમુક વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. ફટકડીને શુદ્ધ કરીને તેનો ખુબજ ઉપયોગ થતો જોવા મળે છે. ફટકડીનો શુદ્ધ કરવા માટે બજારમાંથી લાવી તેને માટીના વાસણમાં ગરમ કરીને ઠંડુ થાય પછી ટ્વિ પોપર સ્વરૂપે મળી આવે છે જેને શુદ્ધ ફટકડી તરીકે ઓળખવામાં આવે છે.

જે લોકોને ઉધરસ ખુબજ આવતી હોય તેવા લોકો એ ફટકડીને મધમાં નાખીને લેવાથી ઉધરસ મટી જાય છે. જે લોકોને પેઢાં માંથી લોહી નીકળતું હોય અથવાતો દાંત હલી ગયા હોય કે પીળા પડી ગયા હોય તેવા લોકોએ ફટકરીને પાણીમાં નાખીને કોગળા કરવાથી દાંતની મજબૂતાઈ માં વધારો થાય છે.

જ્યારે ઉનાળામાં ખુબજ ગરમી હોય ત્યારે ફટકડીને મધમાં મિક્સ કરીને લગાવકાથી ચાંદા મટી જાય છે તથા મોં માંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે તે ખુબજ ફાયદાકારક છે. જે લોકોને લાંબા સમય સુધી ઘા રુજાતા નથી અને લોહી વહે છે તેવા લોકોએ ફટકડીના પાણી થી સાફ કરતા ખુબજ ફાયદો થાય છે.

જ્યારે માટીમાં એસિડી નું પ્રમાણ વધારવા માટે છોડ ઉપર ફટકડીના પાણીનો છંટકાવ કરવાથી ફૂલની સંખ્યામાં વધારો થાય છે. જે લોકોને ત્વચા પર છિદ્રો પડ્યા હોય તેવા લોકોએ ફટકડીના ટુકડાને પાણી લગાવ્યા બાદ 5 મિનિટ સુધી ઘસવાથી ત્વચા સંકોચન પામે છે.

જે લોકોને પગના વાઢીયા હોય કે જેમાંથી લોહી નીકળતું હોય તો તેનમે પાણીમાં ફટકડી નાખીને પગ દુબાડવાથી દુખાવો મટે છે અને સ્કિન પણ સારી બને છે.

ઉનાળામાં થતા ઝાડા અને મરડામાં તેનું ચૂર્ણ બનાવી લેવાથી રાહત થાય છે. ઉનાળાની ઋતુમાં પરસેવાથી ખુબજ પરેશાન થઇ જવાય છે. તેના માંથી મુક્તિ મેળવવા માટે નાહવાના પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરવાથી દુર્ગંધ આવતી નથી.

મોટા કારખાનામાં ખાંડને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકોને માસિક દરમિયાન ખુબજ તકલીફ પડતી હોય તેવા લોકોએ ફટકડી ની સાથે મધ મિક્સ કરીને ચાટવાથી દુખાવામાં રાહત થાય છે તથા નિયમિત માસિક આવે છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser