Pages

Search This Website

Tuesday, 28 March 2023

આ છે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ, આ રહ્યા સાવ સરળ સ્ટેપ

આ છે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ, આ રહ્યા સાવ સરળ સ્ટેપ

Aadhaar-Ration card linking: હવે આધાર અને રેશન કાર્ડ (Aadhaar-Ration card link) લિંક કરવાની તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સરળ પગલાંઓ વડે તમે તમારા આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે પણ લિંક કરી શકો છો.


ભારત સરકાંર (Govt. of India) પોતાના નાગરિકોને તેમના આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક (Aadhaar-Ration Card Link) કરવાની તક આપી રહી છે. આમ કરવાથી છેતરપિંડીના કિસ્સાઓ (Fraud Cases) અને અન્ય મુદ્દાઓની સાથે સાથે ઘર માટે એક કરતા વધારે રેશનકાર્ડના કિસ્સાઓને રોકવામાં મદદ મળશે. જાહેર વિતરણ પ્રણાલી (PDS) કેન્દ્રોમાંથી ચોખા, ઘઉં અને અન્ય ચીજવસ્તુઓ જેવી મફત અથવા સબસિડીયુક્ત રાશન મેળવવા માટે ભારતીય નાગરિકો માટે રેશનકાર્ડ એ ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 થી વધારીને 30 જૂન 2023 (Aadhaar-Ration Card Linking Last Date) કરવામાં આવી છે.




ભ્રષ્ટાચારને રોકવા એક પગલું 

રેશનકાર્ડને આધાર સાથે લિંક કર્યા બાદ ભ્રષ્ટાચાર અને અનિયમિતતા પર લગામ લગાવી શકાય છે. સરકારની આ પહેલથી પરપ્રાંતિયોને મોટો ફાયદો થશે. જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અસ્થાયી કાર્યસ્થળ પર રેશનથી વંચિત રહે છે. આ બંને લિંક થવાથી દેશની આવી જનતા ગમે ત્યાંથી રાશનનો લાભ લઈ શકશે. સરકારે જાહેરાત કરી છે કે આ વર્ષે પણ એટલે કે 2023માં રેશનકાર્ડ ધારકોને મફત રાશનનો લાભ મળતો રહેશે. પરંતુ જોવામાં આવી રહ્યું છે કે ઘણા અયોગ્ય લોકો મફત રાશનનો લાભ લઈ રહ્યા છે, આ લોકો પર મોટી કાર્યવાહી પણ આધારને રાશન કાર્ડ સાથે ઓનલાઈન લિંક કરી શકે છે.


જાતે જ રદ્દ કરી દો રેશનકાર્ડ 

-આ માટે સરકાર લોકોને અપીલ કરી રહી છે કે, આવા લોકો પોતાનું રાશન કાર્ડ જાતે જ કેન્સલ કરે. જો રેશનકાર્ડ રદ નહીં થાય તો ચકાસણી બાદ ફૂડ વિભાગની ટીમ તેને રદ કરશે. આવા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.


શું છે નિયમ ?

 જો કોઈ કાર્ડ ધારક પાસે પોતાની આવકમાંથી લીધેલ 100 ચોરસ મીટરનો પ્લોટ હોય, ફ્લેટ અથવા ઘર, ફોર-વ્હીલર/કાર જો શહેરમાં ટ્રેકટર, આર્મ્સ લાયસન્સ, ગામમાં વાર્ષિક બે લાખથી વધુની પારિવારિક આવક હોય તો આવા લોકોએ પોતાનું રેશનકાર્ડ તાલુકા અને ડીએસઓ કચેરીને સરેન્ડર કરવું પડશે.


સરકાર લેશે કડક પગલા

- સરકારના નિયમ મુજબ, રેશનકાર્ડ ધારક કાર્ડ સરેન્ડર નહીં કરે તો તપાસ બાદ આવા લોકોનું કાર્ડ રદ કરવામાં આવશે. તેમજ જે તે પરિવાર સામે કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકે છે. એટલું જ નહીં, તે આવા લોકો પાસેથી જ્યારથી તેઓ રાશન લઈ રહ્યા છે, ત્યારથી વસૂલાત પણ કરવામાં આવશે.


ઓનલાઇન લિંક કરવા માટે શું કરશો? 

- પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) વેબસાઇટ ખોલો (દરેક રાજ્યનું પોતાનું પીડીએસ પોર્ટલ હોય છે). 

- તમારા આધારને તમારા વર્તમાન કાર્ડ સાથે લિંક કરવાનો ઓપ્શન પસંદ કરો.

- આ જ ક્રમમાં તમારું રેશનકાર્ડ, આધાર કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઇલ ફોન નંબર દાખલ કરો. 

- 'કન્ટીન્યૂ/સબમિટ કરો' વિકલ્પ પસંદ કરો. 

- તમારા ફોનમાં એક ઓટીપી આવશે, તેને દાખલ કરો. 

- જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યારે તમને એક એસએમએસ મોકલવામાં આવશે.


આ રીતે ઓફલાઇન લિંક કરો 

- તમારે તમારા દસ્તાવેજોની અસલ અને નકલ બંનેને તમારી સૌથી નજીકના જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) કેન્દ્રમાં આપવાની રહેશે. 

- આ મહત્વપૂર્ણ દસ્તાવેજો પીડીએસ અથવા રેશનની દુકાન પર ઉપલબ્ધ કરાવો.


- પીડીએસ અથવા રેશનશોપના કર્મચારી તમારા આધારકાર્ડની માન્યતાને ચકાસવા માટે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરશે. 

- આ પ્રક્રિયા પૂરી થતાં જ તમને એસએમએસ એલર્ટ મળશે. 

- એક વખત તમારું આધાર અને રેશનકાર્ડ યોગ્ય રીતે લિંક થઈ જાય પછી તમને બીજો એસએમએસ મળશે.



For Best View Please Open This Website In CHROME / OPERA Browser