Pages

Search This Website

Saturday, 8 April 2023

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023 : ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ, જુઓ સંપૂર્ણ માહિતી

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023 : ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ, જુઓ સંપૂર્ણ માહિતી

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023 : બટાટા અને લાલ ડુંગળી પક્વતા ખેડૂતો માટે સરકારે અંતે સહાય ના ફોર્મ ભરવાનું ચાલુ કર્યું.રાજ્ય સરકારે બટાકા અનેલાલ ડુંગળી ની ખેતી કરતા ખેડૂતોને સહાય મેળવવા માટે ક્યાં અરજી કરવી અને કેવી રીતે અરજી કરવી આ માહિતીના માધ્યમથી  બટાટા અને લાલ ડુંગળી સહાય યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે?  તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.


બટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023

યોજનાનું નામબટાટા અને લાલ ડુંગળી માટે સહાય
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
સરકારગુજરાત સરકાર
યોજનાનો હેતુબટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023
અરજી કરવા માટે પોર્ટલનું નામઆઇ ખેડૂત પોર્ટલ
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/

રાજયના લાલ ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સૌરાષ્ટના જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરવા માટે સહાય ( 2023-24 )

રાજયના લાલ ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સૌરાષ્ટના જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરવા માટે સહાય: રાજ્યના સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનારા ખેડૂતોને એક કિલોગ્રામએ રૂ! ૨/- (રૂપિયા બે) અને વધારેમાં વધારે ખેડૂત દીઠ ૫૦૦ કટ્ટા (૨૫૦ ક્વિન્ટલ) ની મર્યાદામાં આર્થિક સહાયનો લાભ તા.૧૪/૦૨/૨૦૨૩ થી તા.૬/૦૩/૨૦૨૩ સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત લાલ ડુંગળી ખેતરથી માર્કેટ (એ.પી.એમ.સી) માં જ વેચાણ કરેલ હશે તેવા ખેડૂતોને મળવાપાત્ર રહેશે.

લાલ ડુંગળીને અન્ય રાજયોમાં/દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય (2023-24 )

લાલ ડુંગળીને અન્ય રાજયોમાં/દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય:  રાજ્યની સૌરાષ્ટ્રમાં આવેલ તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનારા ખેડૂત/વેપારી દ્વારા લાલ ડુંગળી અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં (૧) લાલ ડુંગળીની નિકાસ રોડ ટ્રા‌ન્સપોર્ટથી રાજ્ય બહાર કરે તો રૂ. ૭૫૦/- પ્રતિ મેટ્રીક ટન, (૨) રેલ્વે મારફત રાજ્ય બહાર નિકાસ કરે તો વાહતુક ખર્ચના ૧૦૦ ટકા અથવા રૂ. ૧૧૫૦/- પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે અને (૩) દેશ બહાર નિકાસ કરે તો કુલ વાહતુક ખર્ચના ૨૫% અથવા રૂ. ૧૦.૦૦ લાખની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે, ખેડૂત/વેપારી દીઠ ટ્રા‌ન્સપોર્ટ સબસીડી (વાહતુક સહાય) મળવાપાત્ર રહેશે.  સહાયનો લાભ તા. ૬/૦૩/૨૦૨૩ થી તા:૩૦/૪/૨૦૨૩ સુધી લાલ ડુંગળી અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે મળવાપાત્ર રહેશે.


ALSO READ : 

Aajna Bajar Bhav 2023 : આજના ગુજરાત માર્કેટયાર્ડ બજાર ભાવ 2023
જમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા, જુઓ સંપૂર્ણ માહિતી
મફત સિલાઈ મશીન યોજના 2023 : ઓનલાઈન અરજી ઘરે બેઠા, જુઓ સંપૂર્ણ માહિતી

રાજયના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતોને એ.પી.એમ.સી.માં વેચાણ કરવા માટે સહાય ( 2023-24 )

રાજયના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતોને એ.પી.એમ.સી.માં વેચાણ કરવા માટે સહાય: રાજયના તમામ એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ એટલે કે એક કિલોગ્રામ એ રૂ.૧/- અને વધારેમાં વધારે ખેડૂત દીઠ ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ) ની મર્યાદામાં આર્થિક સહાયનો લાભ તા.૧/૦૨/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાંથી માર્કેટ (એ.પી.એમ.સી) માં જ વેચાણ કરેલ હશે તેવા ખેડૂતોને જ મળવાપાત્ર રહેશે.

બટાટાને અન્ય રાજયોમાં/દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય ( 2023-24 )

બટાટાને અન્ય રાજયોમાં/દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય:  રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડુતો/વેપારી દ્રારા બટાટા અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં (૧) બટાટાની નિકાસ રોડ ટ્રા‌ન્સપોર્ટથી રાજ્ય બહાર કરે તો રૂ. ૭૫૦/- પ્રતિ મેટ્રીક ટન, (૨) રેલ્વે મારફત રાજ્ય બહાર નિકાસ કરે તો વાહતુક ખર્ચના ૧૦૦ ટકા અથવા રૂ. ૧૧૫૦/- પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે અને (૩) દેશ બહાર નિકાસ કરે તો કુલ વાહતુક ખર્ચના ૨૫% અથવા રૂ. ૧૦.૦૦ લાખની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે, ખેડુત/વેપારી દીઠ ટ્રા‌ન્સપોર્ટ સબસીડી (વાહતુક સહાય) મળવાપાત્ર રહેશે.  સહાયનો લાભ તા. ૬/૦૩/૨૦૨૩ થી તા:૩૦/૪/૨૦૨૩ સુધી બટાટા અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે મળવાપાત્ર રહેશે.


રાજયના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે સહાય ( 2023-24 )

રાજયના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે સહાય: રાજયમાં બટાટા પકવતા જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના ખેડૂતો દ્રારા કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરવામાં આવે તો પ્રતિ કિલો રૂ. ૧/- લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ અને વધારેમાં વધારે ખેડૂત દીઠ ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧/૦૨/૨૦૨૩ થી તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં સંગ્રહ કરવામાં આવે તો મળવાપાત્ર રહેશે.

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય માટે અરજી કરવાની રીત 

અમે તમને ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી તમામ માહિતી આપીએ જે નીચે મુજબ છે.

  • સ્ટેપ-1: સૌથી પહેલા તમે વેબસાઇટ  https://ikhedut.gujarat.gov.in/) ઓપન કરો. નીચે મુજબ પેજ ખુલશે
  • સ્ટેપ-2: જેમાં યોજનાઓ ઉપર ક્લિક કરો. હવે નીચે મુજબ પેજ ખુલશે
  • સ્ટેપ-3: હવે અન્ય યોજનાઓ મા બટાટા અને લાલ ડુંગળી સહાય પર ક્લિક કરો. જે નીચે મુજબ પેજ ખુલશે.
  • સ્ટેપ-4: હવે જેમાં ફોર્મ ભરવાના હોય જે લાગુ પડે તેમા ક્લિક કરી ઓનલાઇન તમામ માહિતી ભરી શકો. ત્યાર બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ31/05/2023
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
For Best View Please Open This Website In CHROME / OPERA Browser