Pages

Search This Website

Thursday, 12 October 2023

દિવાળીમાં મહેમાનોને ખવડાવો કાજુ-બદામ, અહીં મળશે હોલસેલના ભાવમાં પ્રીમિયમ ડ્રાયફ્રુટ્સ

દિવાળીમાં મહેમાનોને ખવડાવો કાજુ-બદામ, અહીં મળશે હોલસેલના ભાવમાં પ્રીમિયમ ડ્રાયફ્રુટ્સ




મહેસાણાના માલગોડાઉન વિસ્તારમાં આવેલું રામકૃષ્ણ માર્કેટ સસ્તા અને ગુણવત્તાવાળા ડ્રાયફ્રુટ્સની ખરીદી કરવા માટેનું વિશ્વસનિય સ્થળ બન્યું છે. અહીં 150 જેટલાં વેપારીઓ સૂકામેવાનું વેચાણ કરે છે. અહીં હોલસેલના ભાવે સૂકામેવા મળી રહે છે.

મહેસાણા: ડ્રાયફ્રુટ્સ એટલે કે સૂકામેવાનું સેવન શરીર માટે ખૂબ જ લાભદાયી છે. સૂકામેવાના સેવન દ્વારા શરીરમાં જરૂરી મિનરલ તેમજ વિટામીન મળી રહે છે. ઊર્જાના સ્ત્રોત તરીકે પણ સૂકામેવાને ઉત્તમ ગણવામાં આવે છે.

ડ્રાયફ્રુટ્સ પ્રમાણમાં મોંધા હોવાથી દરેક લોકોને પરવડી શકતા નથી, જો કે, મહેસાણાના માલ ગોડાઉન વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ માર્કેટમાં 150 જેટલા ડ્રાયફ્રુટ્સનાં સેલર છે, જે હોલસેલ તેમજ રિટેલ ભાવમાં સૂકામેવાનું વેચાણ કરે છે.

ગૌરી વ્રત, શ્રાવણમાસ, શ્રાદ્ધ તેમજ દિવાળીને લઈને અહીં મોટી સંખ્યામાં લોકો ડ્રાયફ્રુટ્સની ખરીદી કરવા માટે આવતા હોય છે. આ સ્થળે સારી ગુણવત્તાવાળા તેમજ સસ્તા સૂકામેવા ખરીદવા લોકોની લાઈન લાગેલી જોવા મળે છે.નાના વેપારીઓ તેમજ રેસ્ટોરન્ટ અને મીઠાઈની દુકાનવાળા લોકો પણ અહીં સૂકામેવાની ખરીદી કરવા આવતા હોય છે.

અહીંના વેપારીઓ માના હોલસેલનાં વેપારી મહેશકુમાર જયંતીલાલ પટેલે જણાવ્યું હતું કે, અહીં ખાસ કરીને તહેવાર અને શિયાળામાં ડ્રાયફ્રુટ્સનું વેચાણ વધી હતું હોય છે અને ખાસ કરીને લોકો અહીંથી કાજુ અને બદામ વધારે લઈ જાય છે, નાની દુકાન ધરાવતા વેપારી અહીંથી હોલસેલના ભાવમાં સૂકામેવા લઈ જાય છે અને ભાવ વધારીને વેચાણ કરે છે.



આ સ્થળે બદામનાં પ્રતિકિલોના ભાવ 650થી 800 રૂપિયા સુધીનો છે. અલગ અલગ પ્રકારની બદામ તમે અહીંથી ખરીદી શકો છો.

આ સ્થળે કાજુ (આખા) 700થી 920 રૂપિયામાં અને કાજુ (ટુકડા) 550થી 720 રૂપિયામાં મળી રહે છે.

આ માર્કેટમાં દ્રાક્ષના ભાવ 180થી 320 રૂપિયા અને અખરોટ ના ભાવ 550થી 620 રૂપિયા છે.

અહીં સારી ગુણવત્તાવાળા પિસ્તાનો ભાવ 900થી 1200 રૂપિયા છે.

આ સ્થળે અંજીરનો ભાવ 900થી 1,600 રૂપિયા છે. અંજીરના ભાવ પણ ગુણવત્તા મુજબના હોય છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser