પશુપાલકો! તમારા ગાય-ભેંસને આ ચારો ખવડાવો, ભરવા સાધનો ખૂટશે એટલું દૂધ આપશે
Pashu chara for more Milk: જો તમે દૂધાળા પશુનો બિઝનેસ કરવા માગો છો અથવા તો દૂધાળા પશુઓ પાળ્યા છે તો આ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. આ ચારો ખવડાવશો તો દૂધનું ઉત્પાદન વધશે સાથે સાથે પશુનું આરોગ્ય પણ વધુ સારું થશે.
ડેરી ફાર્મ અને પશુપાલન સારી કમાણી કરાવી આપતો વ્યવસાય છે. પશુપાલનમાં પશુઓના સ્વાસ્થ્યની જાળવણી એક મહત્વનું પાસું છે. જેની પાછળ પશુ આહાર મહત્વનો ભાગ ભજવે છે. ડેરી ઉત્પાદકો અને પશુપાલકો માટે સૌથી મહત્વની બાબત પશુઓ માટે ઘાસચારાની સગવડ કરવી છે. ત્યારે રવિ પાક દરમિયાન તમે ઘણા પ્રકારના ઘાસચારાની સગવડ કરી શકો છો. જેનાથી પશુઓને પોષણ પણ મળશે અને સારું દૂધ ઉત્પાદન પણ મળશે. પશુઓ માટે સ્વસ્થ આહારમાં પરાળ, લીલું ઘાસ, સૂકું ઘાસ અને પશુઓને આપવામાં આવતા વિશેષ આહારનો સમાવેશ થાય છે. ત્યારે પશુપાલકોએ આ પ્રકારના ઘાસચારાનો પ્રબંધ અગાઉથી કરી રાખવો મહત્વનો બની જાય છે.
યોગ્ય આહાર આપવાથી પશુઓને પોષણ મળી રહે છે. સાથે જ દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે પશુઓને આપવામ આવતા આહાર વિશે જાણીશું.
પરાળ: સામાન્ય રીતે પરાળ ઉત્તર ભારતના ખેડૂતો માટેન મોટી સમસ્યા છે. ખરીફ સીઝન બાદ ખેડૂતો તેમના ખેતરોને સાફ કરવા માટે પરાળ સળગાવે છે. પરંતુ ખેડૂતો અને પશુપાલકો પરાળમાં મકાઈ અને લીલું ઘાસ મિક્સ કરીને તેને આહાર તરીકે સંગ્રહ કરી શકે છે. તેનાથી ખેડૂતોની સમસ્યા દૂર થવાની સાથે પશુઓ માટે ઘાસચારાની સમસ્યા પણ દૂર થશે.
લીલા ઘાસનો સૂકો ચારો: શિયાળો શરુ થતાં જ પશુપાલકો લીલા ઘાસને સૂકવીને તેને પશુઓ માટે આહાર તરીકે તૈયાર કરી દે છે. જે શિયાળામાં પશુઓને ખવડાવવામાં કામ લાગે છે. આ ઉપરાંત પશુપાલકો તેને લીલા ઘાસ સાથે મિક્સ કરીને પણ પશુઓને ખવડાવી શકે છે.
પશુઓ માટે વિશેષ આહાર: શિયાળામાં પશુઓને ઘાસમાં દાણાનું મિશ્રણ વધુ માત્રામાં આપવું જોઈએ. પશુઓ માટે સારી ગુણવત્તાવાળું સૂકું ઘાસ, બાજરીનું ઘાસ, રજકો, સેવણ ઘાસ, ઘઉંનું ભૂંસુ અને ઓટનું મિશ્રણ પશુઓને ખવડાવી શકાય છે. આ ખોરાક આપવાથી દૂધ ઉત્પાદન ક્ષમતા વધી શકે છે. આ થોડા સમય બાદ લીલું ઘાસ આપવું જોઈએ, જેમાં સરસવની ચરી, લોબિયા, રાજકા કે બરસીમનો સમાવેશ થાય છે.
તેની સાથે ઘઉંનો ભરડો, ચણા, ખલ, ગવાર, કપાસિયાને એક રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેને સવારે પાણીમાં ઉકાળો અને થોડું ઠંડુ કર્યા પછી પશુઓને ખવડાવી શકો છો.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ ખેતીને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. Mytechnologyhubs.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)