Pages

Search This Website

Thursday, 7 December 2023

Cleaning Hacks: દરરોજ ટોયલેટ સાફ કરવાની ઝંઝટ ખતમ, આ 3 વસ્તુ નાંખી દો, એકદમ ચકાચક રહેશે

Cleaning Hacks: દરરોજ ટોયલેટ સાફ કરવાની ઝંઝટ ખતમ, આ 3 વસ્તુ નાંખી દો, એકદમ ચકાચક રહેશે
ઠંડીની સીઝનમાં દરરોજ ટોયલેટ સાફ કરવામાં વધુ સમસ્યા આવે છે. આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે તમે મિનિટોમાં તમારા ટોયલેટને ચમકાવી શકો છો.


How do you make a toilet stain resistant: ઘરની સાફ-સફાઈની સાથે ટોયલેટની સફાઈ પણ ખૂબ જ જરૂરી છે. ટોયલેટમાંથી આવતી દુર્ગંધ તમારા આખા ઘરને ગંદુ કરી શકે છે. આટલું જ નહીં, આના કારણે ઘણી બીમારીઓ પણ તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે. જોકે, ઠંડીના દિવસોમાં દરરોજ ટોયલેટ સાફ કરવું શક્ય નથી. આજના લેખમાં અમે તમને જણાવીશું કે તમે તમારા ટોયલેટને રોજ કેવી રીતે સાફ કરી શકો છો.



એસિડનો ઉપયોગ કરો

તમે એસિડની મદદથી તમારા ટોયલેટને સાફ કરી શકો છો. જો કે, કોઈ દુકાનદાર તમને એટલી સરળતાથી એસિડ નહીં આપે. નિર્ધારિત નિયમો અનુસાર, તેને ખરીદવા માટે તમારે તમારું આધાર કાર્ડ સાથે રાખવું પડશે. ચાલો જાણીએ કે એસિડનો ઉપયોગ કેવી રીતે કરવો.

  • હાથમાં મોજા પહેરો.
  • ટોયલેટ સીટ પર એસિડ રેડો.
  • અડધો કલાક આમ જ રહેવા દો.


પછી નોર્મલ પાણીની મદદથી આખા ટોયલેટને સાફ કરો.

એસીડ ગમે ત્યાં પડી ન જાય તેનું ધ્યાન રાખો. એસિડની મદદથી બાથરૂમ સાફ કરતી વખતે તમારે સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. નાની ભૂલથી પણ તમે દાઝી પણ શકો છે. જો કે, એસિડ એક એવો પદાર્થ છે જેની મદદથી ખૂબ જ જિદ્દી ડાઘ પણ મિનિટોમાં દૂર કરી શકાય છે.

ક્લિનિંગ ટેબ્લેટ વડે ટોયલેટ સાફ કરો

જો તમે ઈચ્છો છો કે તમારું ટોયલેટ મિનિટોમાં સાફ થઈ જાય, તો તમારે તેને સાફ કરવા માટે ક્લિનિંગ ટેબ્લેટનો ઉપયોગ કરવો પડશે. આ ટેબ્લેટ એવા કેમિકલ્સ રિલીઝ કરે છે જેના કારણે ગંદકી અને બેક્ટેરિયા મિનિટોમાં ગાયબ થઈ જાય છે. તમારે તેને સીધા જ ટોયલેટ ટેન્કમાં નાંખી દેવું પડશે. આ ટેબ્લેટનો ઉપયોગ કરતા પહેલા, તમારે પેકેટ પરની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.

વિનેગર અને બેકિંગ સોડાથી ટોયલેટ સાફ કરો (how to clean dirty toilet)

સૌ પ્રથમ તમારે મિશ્રણ તૈયાર કરવું પડશે. જેમાં તમારે વિનેગર અને બેકિંગ સોડા નાંખવાનો રહેશે. આ મિશ્રણને આખા ટોઇલેટમાં નાંખી દો. થોડા સમય પછી, તમારે બ્રશની મદદથી આખું ટોઇલેટ સાફ કરવું પડશે. એક કલાક પછી પાણીની મદદથી આખા ટોયલેટને સાફ કરો. જો તમે આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરશો તો તમારા બાથરૂમમાંથી દુર્ગંધ અને ગંદકી બંને ગાયબ થઈ જશે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser