Pages

Search This Website

Saturday, 10 May 2025

મહિલા અને પુરુષોને 10 લાખ રૂપિયા સુધીની લોન : મુદ્રા યોજના હેઠળ ઓટોરિક્ષા, સલુન, જીમ અથવા સિલાઈ દુકાન માટે લોન ઉપલબ્ધ. જાણો સંપૂર્ણ માહિતી. pm mudra loan yojana

 

મહિલા અને પુરુષોને 10 લાખ રૂપિયા સુધીની લોન : મુદ્રા યોજના હેઠળ ઓટોરિક્ષા, સલુન, જીમ અથવા સિલાઈ દુકાન માટે લોન ઉપલબ્ધ. જાણો સંપૂર્ણ માહિતી.

મહિલા અને પુરુષોને 10 લાખ રૂપિયા સુધીની લોન | મુદ્રા લોન યોજના| પ્રધાનમંત્રી મુદ્રા લોન| પીએમ મુદ્રા લોન યોજના | pm mudra loan yojana : દેશના નાના ઉદ્યોગ સાહસિકો અને ગૃહિણીઓને આત્મ નિર્ભર બનાવવા માટે સરકારશ્રી દ્વારા 2015માં એક ખૂબ મોટી યોજના જાહેર કરવામાં આવેલી હતી. અને આ યોજના એટલે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજનાથી દેશના નાના વેપારીઓ, ફેરિયાઓ અને નાના દુકાન ધારકોને ખૂબ મોટી સુવિધા મળી છે.

આ યોજના નાના ઉદ્યોગ સાહસિકોના સપનાને સાકાર કરવામાં રામબાણ સાબિત થઈ છે. ખાસ કરીને આ યોજના એ મહિલા સાહસિકોને આત્મનિર પર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે અને ભજવી રહી છે.

  • આ યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે
  • આ યોજના દ્વારા કોઈપણ સલૂન જીમ સિલાઈ દુકાન વગેરે ખોલી શકાય છે.
  • આ ઉપરાંત આ યોજના હેઠળ ઇ રીક્ષા, ઓટોરિક્ષા ચાલકો અને સ્ટ્રીટ વેન્ડર્સ ( નાની રેકડીઓ વાળા /બજારોમાં ફરતા ફેરિયાઓ વગેરે )ને પણ લોન મળી રહી છે.

ઓફિસિયલ વેબસાઈટના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 5,38,15,436 લોન મંજૂર કરવામાં આવી હતી. તેના માટે રૂપિયા 4,39,677.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં રૂપિયા 4,31,429.91 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.

આજે આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે મુદ્રા લોન યોજના શું છે? મુદ્રા લોન મેળવવા માટેની શરતો શું છે? તેના ફાયદા શું છે? મહિલા ઉમેદવારો માટે મુદ્રા લોન યોજનામાં શું બેનિફિટ છે? અને મુદ્રા લોન યોજના મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? વગેરે તમામ માહિતી આપણે આ આર્ટીકલ દ્વારા મેળવીશું.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે માહિતી.

  • પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY ) હેઠળ માઇક્રો યુનિટસ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી (MUDRA ) લોન યોજના.
  • કેન્દ્ર સરકારની આ યોજના વ્યક્તિઓ, SMEs અને MSME ને લોન આપે છે.
  • મુદ્રા યોજના હેઠળ શીશુ, કિશોર અને તરુણ એમ ત્રણ પ્રકારની લોન ઉપલબ્ધ છે.
  • મુદ્રા લોન યોજનામાં મહત્તમ 10 લાખ રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવે છે.
  • અને સૌથી મહત્વની વાત એ છે કે મુદ્રા લોન લેવા માટે અરજદારે બેંકો કે લોન સંસ્થાઓમાં કોઈ સિક્યુરિટી જમા કરાવવાની જરૂર નથી.
  • આ લોન પાંચ વર્ષ સુધીમાં ચૂકવી શકાય છે.

મુદ્રા લોન યોજના ની વિશેષતા

બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોવ તો મુદ્રા લોન યોજના ની સંપૂર્ણ વિશેષતા જાણવી જરૂરી છે.

ત્રણ પ્રકારની લોન ઉપલબ્ધ છે

  1. બાળ મુદ્રા
  2. તરુણ મુદ્રા
  3. કિશોર મુદ્રા

લોનની રકમ કેમા કેટલી મળશે?

લોન નો પ્રકારલોન ની રકમ
બાળ મુદ્રા50,000 સુધી
તરુણ મુદ્રા50,001 થી 5,00,000
કિશોર મુદ્રા5,00,001 થી 10,00,000

વ્યાજદર

  • અરજદારની પ્રોફાઈલ અને વ્યવસાયની જરૂરિયાતો અનુસાર

યોજનાની અગત્યની વિશેષતા

  • કોઈપણ પ્રકારની સિક્યુરિટી આપવા ની જરૂર નથી
  • લોનની રકમ ચૂકવવાની અવધી : બાર મહિનાથી પાંચ વર્ષ સુધી
  • પ્રોસેસિંગ ફી : શૂન્ય

મુદ્રા લોન યોજના કયા કયા વ્યવસાય માટે લોન આપે છે?

મુદ્રા યોજના હેઠળ આ વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે

વાણિજ્યિક વાહનો

મશીનરી અથવા સાધનો માટે મુદ્રા ફાઇનાન્સ નો ઉપયોગ વાણિજ્ય એક પરિવહન વાહનો જેવા કે ટ્રેક્ટર ઓટોરિક્ષા ટેક્સી ટ્રોલી ટીલર માલસામણ વાહનો થ્રી વ્હીલર ઈ રીક્ષા ખરીદવા માટે કરી શકાય છે.

સેવા ક્ષેત્ર

સલુન, જીમ, ટેલરિંગ શોપ, મેડિકલ શોપ, રીપેર્ શોપ, ડ્રાય ક્લીનિંગ અને ફોટો કોપીની દુકાનો ખોલવા માટે.

ખાદ્ય અને કાપડ ક્ષેત્ર

મુદ્રા’ યોજના હેઠળ આ વ્યવસાય માટે લોન ઉપલબ્ધ છે સંબંધીત ક્ષેત્રમાં પાપડ અથાણું આઈસ્ક્રીમ બિસ્કીટ જામ જેલી અને મીઠાઈઓ બનાવવા જેવી ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે

ઉપરાંત ગામડાઓમાં ખેતી સંબંધિત ઉત્પાદનોના સંરક્ષણ માટે પણ આ લોન યોજના ઉપલબ્ધ છે.

વ્યવસાયિક પ્રવૃત્તિઓ

દુકાનો અને સેવા સાહસો સ્થાપવા વેપાર અને વાણિજ્ય પ્રવૃત્તિઓ અને બિનખેતી નફો કમાવવાની પ્રવૃત્તિઓ માટે આ યોજના હેઠળ નાણાં મળી શકે છે.

કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ

એગ્રી ક્લિનિક્સ અને કૃષિ વ્યવસાય કેન્દ્રો ખોરાક અને કૃષિ પ્રક્રિયા એકમો મરઘા ઉછેર મત્સ્ય ઉછેર મધમાખી ઉછેર પશુ ધન ઉછેર ગ્રેડિંગ કૃષિ ઉદ્યોગ ડેરી ઉદ્યોગ વગેરે માટે આ યોજના હેઠળ નાણા મેળવી શકાય છે.

મુદ્રા લોન યોજના હેઠળ કોણ અપ્લાય કરી શકે?

  • 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ
  • સ્ટાર્ટ અપ
  • બે રોજગાર
  • ગૃહ ઉદ્યોગ
  • દુકાનદાર
  • રેકડી ધારક
  • છૂટક વેપારી
  • કારીગર
  • એકલ માલિકી, ભાગીદારી પેઢી, મર્યાદિત જવાબદારી ભાગીદારી, અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓ.

મુદ્રા લોન યોજના લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?

  • ઓળખનો પુરાવો – વોટર આઇડી કાર્ડ પાનકાર્ડ આધારકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ
  • સરનામાનો પુરાવો – તાજેતરનું ટેલીફોન બિલ પ્રોપર્ટી ટેક્સ રસીદ મતદાર આઈડી કાર્ડ વીજળી બિલ આધાર કાર્ડ અને માલિકી અથવા ભાગીદારો નો પાસપોર્ટ
  • SC/ST/OBC/ લઘુમતી પ્રમાણપત્ર
  • છ મહિનાના બેન્ક સ્ટેટમેન્ટ
  • આવકવેરા રિટર્ન સાથે છેલ્લા બે વર્ષની બેલેન્સ શીટ
  • અદામે એક વર્ષ માટે અંદાજિત બેલેન્સ શીટ
  • બિઝનેસ પ્રોજેક્ટ રિપોર્ટ
  • બે ભાગીદારો અથવા માલિકો અથવા ડાયરેક્ટરોની બે ફોટો કોપી

મુદ્રા લોન યોજના માટે ફાઇનાન્સની મંજૂરી મેળવવામાં કેટલો સમય લાગે છે?

  • સામાન્ય રીતે ખાનગી અથવા જાહેર ક્ષેત્રની બેંકો અને NBFC લગભગ 07 થી 10 કાર્યકારી દિવસોમાં લોન મંજૂર કરી આપે છે.
  • લોન મંજુર કરવા માટે કોઈપણ બેંક અથવા લોન સંસ્થામાં કોઈ કોલેટરલ અથવા કોઈપણ પ્રકારની સિક્યોરિટી જમા કરાવવાની જરૂર નથી.
  • મુદ્રા યોજના હેઠળ વ્યવસાય લોન માટે અરજી કરવા માટે હાલના વ્યવસાયો અને નોકરી કરતા લોકોએ ગયા વર્ષનું ઇન્ટરમટેક્સ રિટર્ન itr જમા કરાવવું પડશે.

મુદ્રા લોન યોજના હેઠળ નાણા મેળવવાના ફાયદાઓ

  • નજીવી પ્રોસેસિંગ ફી
  • બેંકમાં કોઈપણ જાતની સિક્યોરિટી આપવાની જરૂર નથી
  • કોલેટરલ ફ્રી લોન
  • ખૂબ જ ઓછા વ્યાજ દર
  • મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વ્યાજદરમાં વધુ છૂટછાટ.

મહિલાઓને મુદ્રા લોન લેવા માટે જરૂરી માહિતી

  • પ્રધાનમંત્રી મુદ્રા યોજના મહિલાઓને વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
  • અને આ માટે બેંકો એન બી એફ સી અને માઈક્રો ફાઇનાન્સ સંસ્થાઓ ઓછા વ્યાજ દરે મહિલા સાહસિકોને કોલેટરલ ફ્રી બિઝનેસ લોન આપી રહી છે.
  • મુદ્રા યોજના હેઠળ મહિલા ઉદ્યમીઓ માટે મહત્તમ 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
  • આ લોન પાંચ વર્ષ સુધી ચૂકવી શકાય છે.
  • મહિલા સાહસીકો માટે મંજૂર કરાયેલી લોનની રકમ પર ખૂબ જ ઓછી અથવા શૂન્ય પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવે છે.

મહિલાઓ માટે અલગથી વિશેષ મુદ્રા લોન યોજના છે.

  • ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે રચાયેલ સંગઠિત મહિલા ઉદ્યમય યોજના છે.
  • જે મુદ્રા લોન યોજના નો જ એક ભાગ છે.
  • આ અંતર્ગત ઉત્પાદન, ઉત્પાદન અથવા સેવા સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓમાં કામ કરતી મહિલાઓ લોન માટે અરજી કરી શકે છે.
  • જે મહિલાઓ કંપનીમાં 50% થી વધુ નાણાકીય ભાગીદારી ધરાવે છે તેઓ આ શ્રેણી હેઠળ મુદ્રા લોન માટે અરજી કરી શકે છે.

મુદ્રા કાર્ડ પણ ઉપલબ્ધ છે.

મુદ્રા કાર્ડ એ એક પ્રકારનું ડેબિટ કાર્ડ છે જે મુદ્રા લોન લેનારાઓને તેમના વ્યવસાય અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપવામાં આવે છે.

મુદ્રા લોનની મંજૂરી પછી બેંક અથવા ધિરાણ આપનાર સંસ્થા ઉધાર લેનાર માટે મુદ્રા લોન ખાતું ખોલે છે અને ડેબિટ કાર્ડ પણ ઇસ્યુ કરે છે.

લોનની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેને લેનારા તેની વ્યવસાયિક જરૂરિયાતો અનુસાર ઉપાડી શકે છે.

મહત્વની લીંક

મુદ્રા લોન યોજના ઓફિસિયલ વેબસાઈટhttps://www.mudra.org.in/
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો

મુદ્રા લોન યોજના અંતર્ગત કેટલા રૂપિયા ની લોન મળી શકે છે?

50000 રૂપિયાથી દસ લાખ સુધીની લોન મળી શકે છે.

મુદ્રા લોન યોજના હેઠળ કઈ બેંકમાંથી લોન મળી શકે છે?

આ યોજના અંતર્ગત કોઈપણ બેંક લોન આપે છે.

મુદ્રા લોન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

https://www.mudra.org.in/

For Best View Please Open This Website In CHROME / OPERA Browser