જ્યોતિષાચાર્યનું કહેવાનું છે કે લગ્ન કરતા પહેલા કુંડળી મેળવવી જરૂરી હોય છે. જે લોકો કુંડળી મેળવ્યા વગર લગ્ન કરે છે, તેને ભવિષ્યમાં ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડે છે. જ્યોતિષાચાર્યનું કહેવાનું છે કે કુંડળી મેળવ્યા વગર લગ્ન કરવાથી છોકરા કે છોકરીનું જીવન બરબાદ થઈ શકે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ રાશિ વિશે ખાસ જાણકારી. જેમાં આ બે રાશિ વાળા છોકરા-છોકરી વચ્ચે લગ્ન શુભ માનવામાં આવતા નથી. જેમ કે મીન અને સિંહ, ધન અને વૃષભ વગેરે રાશિ વાળા લોકોએ એકબીજા સાથે લગ્ન ના કરવા જોઈએ.
મીન રાશિ અને સિંહ રાશિ
મીન રાશિ વાળા લોકો પોતાની જ દુનિયામાં વ્યસ્ત રહે છે. તેમને બીજા સાથે કોઈ લેવા દેવા હોતી નથી. વળી સિંહ રાશિ વાળા લોકોને બીજા સાથે વાત કરવાનું પસંદ હોય છે. સિંહ રાશિ વાળા લોકો ઈચ્છે છે કે તેમને કોઈ એવો પાર્ટનર મળે, જે તેમની વાતો સાંભળે અને તેમને સમજે. બંનેનાં સ્વભાવ અને વિચાર એકબીજાથી અલગ હોવાનાં લીધે બંનેને એક સંબંધમાં લાવવા મુશ્કેલ કામ હોય છે.
વૃષભ અને ધન રાશિ
જ્યોતિષાચાર્યનું કહેવાનું છે કે જો વૃષભ રાશિ વાળા લોકો ધન રાશિ વાળા લોકોનાં જીવનમાં આવે છે તો જીવનમાં સંપુર્ણ રીતે ઉથલ-પાથલ મચાવી દે છે. ધન રાશિ વાળા લોકો સાથે સંપર્કમાં આવ્યા બાદ વૃષભ રાશિ વાળા લોકો પોતાનું લક્ષ્ય પણ બદલી નાખે છે. વળી જ્યારે વૃષભ રાશિ વાળા લોકો ધન રાશિ વાળા લોકોમાં બદલાવ લાવવા માંગે છે તો ઝઘડા શરૂ થઈ જાય છે કારણ કે વૃષભ રાશિ વાળા લોકોને બદલાવ બિલકુલ પણ પસંદ નથી હોતો.
કન્યા અને મેષ રાશિ
જ્યોતિષાચાર્યનું કહેવાનું છે કે કન્યા રાશિ વાળા લોકો શાંત સ્વભાવનાં હોય છે. મેષ રાશિ વાળા લોકોને ઝઘડા કરવાનું પસંદ નથી હોતું. આ લોકો કોશિશ કરે છે કે ઝઘડાથી દુર રહે. કન્યા રાશિ વાળા લોકોને એ વાત ખબર હોય છે, જેનો કન્યા રાશિ વાળા લોકો ફાયદો ઉઠાવે છે. આ વાત મેષ રાશિ વાળા લોકોમાં મુંઝવણની ભાવના લાવે છે અને કન્યા રાશિ વાળા લોકો હંમેશા તેનો ફાયદો ઉઠાવે છે.
મકર અને સિંહ રાશિ
સિંહ રાશિ વાળા લોકો સ્વભાવમાં હાવી હોય છે. વળી મકર રાશિ વાળા લોકો દબાણમાં આવીને કોઈ કામ નથી કરી શકતા. આ જ કારણ હોય છે કે આ બંને રાશિ વાળા લોકોનાં સંબંધમાં તણાવ આવી જાય છે.
કન્યા અને કુંભ રાશિ
કન્યા રાશિ વાળા લોકોમાં ત્યાગ કરવાની ભાવના હોય છે. વળી કુંભ રાશિ વાળા લોકો થોડા સ્વાર્થી હોય છે, જેનાં લીધે બંનેનાં સંબંધમાં તણાવ આવી જાય છે અને સંબંધ વધારે દિવસો સુધી ચાલતો નથી.
મિથુન અને મકર રાશિ
મિથુન રાશિ વાળા લોકોને મકર રાશિ વાળા લોકો ખુબ જ પસંદ છે. મકર રાશિ વાળા લોકોમાં કોઈ કામને પુરું કરવાનું ઝનુન મિથુન રાશિ વાળા લોકોને તેમની વધારે નજીક લાવે છે. મિથુન રાશિ વાળા લોકો મકર રાશિ વાળા લોકોની જેમ જીવન જીવવાની કોશિશ કરે છે. આ બધું કરવાનાં ચક્કરમાં આ લોકો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે.
કર્ક અને કુંભ રાશિ
કર્ક રાશિ વાળા લોકોનું કુંભ રાશિ વાળા લોકો સાથે ક્યારેય જામતું નથી. તેનું મુખ્ય કારણ હોય છે કુંભ રાશિ વાળા લોકોનું રિલેશનશિપમાં વધારે પારદર્શીતા ના રહેવું. વળી કર્ક રાશિ વાળા લોકોની કોઈપણ વાત છુપાવીને ના રાખવી.
વૃશ્ચિક અને મિથુન રાશિ
વૃશ્ચિક રાશિ વાળા લોકોની આદત હોય છે કે તે દરેક વાતને જાણે, વળી મિથુન રાશિ વાળા લોકોને આવું બધું પસંદ હોતું નથી. આ બંને રાશિ વાળા લોકોનાં સંબંધ હંમેશા તણાવમાં રહે છે. આ જ કારણ હોય છે કે તેમનો સંબંધ લાંબા સમય સુધી ટકી શકતો નથી.
નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થતી ઘટનાઓમાં અમારા રાશિફળથી અમુક વિભિન્નતા હોય શકે છે. સંપુર્ણ જાણકારી માટે તમે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.