Search This Website

Friday, 30 September 2022

કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો.

કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો.


નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવવાના અસરકારક ઘરેલું આયુર્વેદિક ઉપાયો વિષે. આજના સમયમાં ડાયાબિટીસની સમસ્યા મોટી ઉમરના લોકોથી માંડીને બાળકોમાં પણ જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે જેની સમયસર સારવાર કરવી અનિવાર્ય બને છે નહિતર જીવનજોખમી સાબિત થઇ શકે છે.


ડાયાબીટીસ એક ખતરનાક અને ભયંકર રોગ છે, આ સમસ્યાથી પીડિત લોકોએ પોતાના આહારનું સંતુલન જાળવવાની રાખવાની સાથે ગળપણ વાળા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. આ સમસ્યામાં લોહીમાં ખાંડનું સ્તર વધવા લાગે છે. આજના સમયમાં ડાયાબીટીસ થવી એક સામાન્ય વાત થઇ ગઈ છે. નાની ઉમરના બાળકોમાં પણ આ સમસ્યા થતી જોવા મળે છે. ચાલો વાત કરીએ ડાયાબિટીસ થવાન કારણો વિષે.


 ડાયાબિટીસ થવાનું કારણ : ડાયાબિટીસ થવાના કારણની વાત કરીએ તો શરીરમાં ગ્લીકોઝને અન્ય કોશિકાઓ સુધો પહોચાડવાનું કામ ઇન્સ્યુલીનનું હોય છે, ડાયાબીટીસના દર્દીના શરીરમાં ઇન્સ્યુલીન બનવાનું બંધ અથવા ઓછુ થઇ જય છે જેના પરિણામે શરીરમાં ગ્લુકોઝ અથવા શુગરનું પ્રમાણ વધવા લાગે છે અને ડાયાબિટીસનો રોગ થાય છે. ચાલો જાણીએ ડાયાબીટીસની સમસ્યાને દુર કરવાના ઘરેલું ઉપાયો વિષે.

મેથી : ડાયાબીટીસની સમસ્યામાં મેથી એક કારગત ઈલાજ સાબિત થાય છે. દરરોજ રાત્રે મેથી દાણાને પાણીમાં પલાળીને સવારે આ મેથી દાણાનું સેવન કરવું અને તે પાણીને પીવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં આવી શકે છે. આ ઉપાય દ્વારા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે.

જાંબુ : ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલમાં રાખવા જાંબુ પણ એક સારો ઉપાય માનવામાં આવે છે. જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે જે એક ગ્લુકોસાઈટ પદાર્થ છે જે ડાયાબીટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે. જાંબુના ઠળિયાને સુકવીને બરાબર સાફ કરીને પીસીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને સવાર-સાંજ સેવન કરવાથી ડાયાબીટીસની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

કારેલા : ડાયાબીટીસની સમસ્યામાં કારેલાનું સેવન પણ લાભદાયી બને છે. કારેલામાં ચરાન્ટીન નામનું તત્વ હોય છે જે ડાયાબિટીસની સમસ્યામાં ઉપયોગી પોષકતત્વ છે તેનાથી લોહીમાં ભળેલી શર્કરાનું પ્રમાણ ઘટે છે. ડાયાબીટીસના દર્દીઓએ સવારે ખાલી પેટ કારેલાનો રસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

આમળાં : આમળાં ડાયાબીટીસની સમસ્યાને કંટ્રોલ કરવા એક સારો ઉપાય માનવામાં આવે છે. આમળામાં ક્રોમિયમ નામનું ખનીજ તત્વ હોય છે જે કાર્બોહાઈડ્રેટને નિયંત્રિત કરવામાં મદદરૂપ બનવાની સાથે શરીરને ઇન્સ્યુલીન પ્રત્યે વધુ સક્રિય બનાવે છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આમળાનો રસ ભેળવીને પીવાથી ડાયાબીટીસની સમસ્યામાં ફાયદો થાય છે.

તજ : રસોડામાં મળતું તજ પણ ડાયાબીટીસમાં ફાયદાકારક સાબિત થાય છે. તજમાં પોલીફેનોલ્સ નામનું એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ વધારે છે. જેથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. ડાયાબીટીસની સમસ્યામાં ઇન્સ્યુલીનનું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે તજનું સેવન લાભદાયી બનવાની સાથે ઇન્યુલીન પ્રવૃતિને ઉત્તેજિત કરે છે. હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી તજ પાવડર મિક્સ કરીને દિવસમાં એક વાર તેનું સેવન કરવાથી ડાયાબીટીસ સમસ્યામ ફાયદો થાય છે. તજ ગરમ પ્રકૃતિ ધરાવતું હોવાથી યોગ્ય માત્રામાં તેનું સેવન કરવું.

લીમડાની કુપણ : કડવા લીમડાના કુણા કુણા પાનને લીમડાની કુપણ કહેવામાં આવે છે. ડાયાબીટીસની સમસ્યામાં તેનું સેવન કરવાથી તેને દુર કરી શકાય છે. લીમડાની કૂપણને ચાવીને ખાવાથી ખુબ ફાયદો થાય છે.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપોયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ જીવન ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.