Search This Website

Monday, 17 October 2022

આટલી બીમારીઓ વાળા લોકો પહેલા મગ નથી ખાતા એટલે જ પાછળથી પસ્તાય છે.

આટલી બીમારીઓ વાળા લોકો પહેલા મગ નથી ખાતા એટલે જ પાછળથી પસ્તાય છે.



મિત્રો આજના આ લેખમાં અમે એક એવા કઠોળ વિશે વાત કરવાના છીએ કે જેના ગુણ અગણિત છે અને મિત્રો માનવામાં ન આવે એટલા ફાયદા આ કઠોળ થી થાય છે કે તમે ગણતા ગણતા થાકી જશો. મિત્રો કઠોળ ના રાજા ગણાતા મગના આપણા શરીર માટે અનેક ચમત્કારિક ફાયદાઓ રહેલા છે અને હાલના સમયમાં મગનું સેવન કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

એ તો સામાન્ય રીતે વાત કરીએ તો મગ આપણા શરીરના સોજા ઉતારે છે અને આપણા શરીરમાં મેદસ્વિતાની સમસ્યા હોય તો મેદ ને પણ ઘટાડે છે અને સાથે સાથે મગ પેટના રોગોને મટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો મગનું સેવન કરવાથી કબજિયાત શાંત થાય છે અને કબજિયાતની સમસ્યા માંથી છુટકારો મળે છે અને આ ઉપરાંત હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી છે.

હૃદયરોગમાં લોહીની નળી બ્લોક હોય તો મગનું સેવન એ ખૂબ જ હિતકારી અને ફાયદાકારક છે સરદી વાળા દર્દીઓ માટે મગનું ભોજન ખૂબ જ ઉપયોગી છે આ સાથે જ મગ હરસ મસા અને ભગંદર ના દર્દીઓ ની સમસ્યાને શાંત કરનાર છે મિત્રો મગ વાયુજન્ય રોગો ને પણ શાંત કરે છે

શરીરમાં થતાં 80 જેટલા વાયુજન્ય રોગો માં મગ નું સેવન કરવું એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સાથે મગનું સેવન દરેક રોગમાં ખૂબ જ ફાયદાકારક અને ગુણકારી સાબિત થાય છે. મિત્રો મગ અને ભાત નું સેવન સર્વ રોગોમાં તેમજ મૃત્યુ સુધીનો સર્વ શ્રેષ્ઠ ભોજન માનવામા આવે છે.

મિત્રો એવું માનવામાં આવે છે કે બાળકોને પણ મગનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, તો ડાયાબિટીસના દર્દીઓએ મગનું સેવન નિયમિત રૂપે કરવું જોઈએ કારણકે મધનું સેવન ડાયાબિટીસને કાબૂમાં રાખે છે કારણ કે મધમાં રહેલા પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સરળતાથી પચાવનાર છે.

મેદસ્વી લોકો પણ મગની પરેજી રાખનાર માટે ખૂબ જ જરૂરી છે જેથી તેનો મેદ પણ ઘટવા માંડે અને સાથે સાથે વજન પણ ઓછું થવા લાગે છે. મિત્રો મગનું પાણી જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર છે જે લોકોની પાચનશક્તિ મંદ હોય તેવા લોકો મગના પાણીનું સેવન કરવું જોઈએ જેથી કરીને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ખાધેલા ખોરાક ને આસાનીથી પાચન કરવામાં મદદરૂપ થાય.

મિત્રો મગ દાહ ને પણ ઓછો કરે છે મિત્રો જે લોકોને બળતરા અને દાહ ની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ મધનું સેવન કરવું એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો મગ પિત્તજન્ય તાવ ને અથવા તો દરેક પ્રકારના તાવ માં મગ નું સેવન કરવું જોઈએ ખાસ કરીને મગ તાવને પણ મટાડનાર છે એટલા માટે જો કોઈ પણ પ્રકારના તાવ આવ્યો હોય તો આપણે મગ નું સેવન કરી શકીએ છીએ.

મિત્રો દાડમ ના દાણા, આમળા અને મગ ને પકાવીને સેવન કરવામાં આવે તો પિત્ત જન્ય રોગમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મગનું સેવન કબજિયાતની બીમારી માંથી પણ મુક્તિ અપાવે છે. કફ ને મટાડવા માટે પણ મગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મિત્રો વજન ઘટાડવા માટે બાફેલા મગ ના પાણી નું સેવન કરવામાં આવે તો તેમાં ખૂબ જ રાહત મળે છે.

મિત્રો દ્રષ્ટિની શક્તિ ને જાળવવા માટે આંખોને સ્વસ્થ રાખવા માટે અને આંખને ગીધ જેવી દ્રષ્ટિ જાળવવા માટે મગ અને આમળાનું સેવન ખૂબ જ લાભકારક છે. મગ આંખને તેજસ્વી બનાવનાર છે હાલના આ સમયમાં સવાર અને સાંજ બાફેલા મગ નું પાણી પીવામાં આવે તો આપણા શરીર માટે ખૂબ જ લાભકારી અને હિતકારી સાબિત થાય છે.