શું મોબાઈલથી થઈ શકે છે કેન્સર? આ રીતે ચેક કરો તમારા મોબાઈલની SAR વેલ્યુ, જાણી લો કે તમારો ફોન કેટલો ઘાતક બની રહ્યો છે.
મોબાઈલ ફોન યુઝ કરવાના ઘણા બધા સાઈડ ઈફેક્ટ્સ વિશે આપણે દર બીજા દિવસે સાંભળીએ છીએ. મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને નુક્સાન પહોચતુ હોય તેવા ઘણા ન્યુઝ તમે સાંભળ્યા હશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મોબાઈલમાંથી નિકળતું રેડીએશન એટલું ઘાતક હોય છે કે તેનાથી કેન્સર જેવી બિમારીઓ પણ ફેલાય છે..જો કે મોબાઈલ કંપનીઝ આ દાવાનો વિરોધ કરી રહી છે, અને મોબાઈલની એસએઆર વેલ્યુ ચેક કરવા પર ભાર આપે છે.
એસએઆર વેલ્યુ શુ છે ? શું ખરેખર તેના આધારે તમારો મોબાઈલ કેન્સરનો કેટલો ખતરો પેદા કરે છે એ જાણી શકાય ?
એસએઆર એટલે કે સ્પેસિફિક એબ્સોર્પશન રેટ વેલ્યુ જે બતાવે છે કે કોઈ એક ચોક્કસ સમય દરમિયાન તમારુ શરીર મોબાઈલમાંથી નીકળતા રેડિયો ફ્રિકવન્સી રેડિયેશનને કેટલું એબસોર્પ કરે છે..એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે મોબાઈલમાં કોઈ કોલ આવે છે અથવા કોલ કરો છો ત્યારે રેડિયો ફ્રિકવન્સીનો એક ભાગ તમારા શરીરના એ પાર્ટના ટિશ્યુમાં પ્રવેશી જાય છે ,જેને મોબાઈલ અડ્યો હોય...આને કહેવાય મોબાઈલ રેડિયેશન.. આ રેડિયેશન કારસેનોજેનિક એટલે કે કેન્સરકારક માનવામાં આવે છે..જો કે એસએઆર વેલ્યુથી તમે જાણી શકો છો કે તમારા ફોનમાંથી નિકળતા આ રેડિયેશન્સ હાનિકારક છે કે નહી..
કેટલી એસએઆર વેલ્યુ સેફ માનવામાં આવે છે ?
ભારતીય દૂરસંચાર પ્રાધિકરણ પ્રમાણે મોબાઈલ ફોનથી નીકળતી 1.6 W/Kg SAR Valueને સુરક્ષિત માનવામાં આવે છે.. મતલબ કે જો તમારા ફોનની એસએઆર વેલ્યુ આનાથી નીચેની છે તો તે સુરક્ષિત છે અને તેના કારણે કેન્સર થવાના ચાન્સિસ નહીવત્ છે.
એસએઆર વેલ્યુ ચેક કઈ રીતે કરવી ?
એસએઆર વેલ્યુ ચેક કરવી ખુબ સરળ છે..મોટા ભાગે તો ફોનના પેકિંગ બોક્સ પર લાગેલા લેબલ પર જ એસએઆર વેલ્યુ મેન્શન કરેલી હોય છે..આ ઉપરાંત કંપનીઝ ફોનના મોડલ પ્રમાણે વેબસાઈટ પર પણ એસએઆર વેલ્યુ પોસ્ટ કરે છે,.. પણ જો તમે પોતે ચેક કરવા માંગતો હોવ તો તમારે બસ બે જ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે
1. સૌથી પહેલા તો એન્ડ્રોઈડના ડાયલ એપને ખોલો
2. *#07#* ડાયલ કરો અને આપની સ્ક્રિન પર ફોનની એસએઆર વેલ્યુ તમે જોઈ શકશો