હાલમાં મોટાભાગના લોકો ખેતી તરફ વળી રહ્યા છે. લોકો નોકરી છોડીને ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે અને આમાં સફળતા પણ મેળવી રહ્યા છે.હિમાચલ પ્રદેશના રહેનારા અજય રત્ન પણ એવા જ ખેડૂત છે, જેમણે 10 વર્ષો સુધી આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યા પછી, ગામ આવીને ખેતી શરૂ કરી.
3000 હજારનો ખર્ચ કમાણી 5 લાખ
હાલમાં મોટાભાગના લોકો ખેતી તરફ વળી રહ્યા છે. લોકો નોકરી છોડીને ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે અને આમાં સફળતા પણ મેળવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના રહેનારા અજય રત્ન પણ એવા જ ખેડૂત છે,જેમણે 10 વર્ષો સુધી આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યા પછી, ગામ આવીને ખેતી શરૂ કરી. તેમણે સામાન્ય ખેડૂતોની જેમ ખેતી કરવાની શરૂઆત કરી. પરંતુ ખેતીના ખર્ચમાં વધારે થતા તેમણે કંઈક નવુ કરી ખેડૂતો માટે એક સસ્તું અને ટકાઉ ખેતી મોડસ રજૂ કરવાનો પ્રયાસ કર્યો. આ માટે અજયે ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી' પદ્ધતિ અપનાવી ખેતીનો ખર્ચ શૂન્ય કરી લોકો માટે પ્રેરણારૂપ બન્યા.
કોણ છે આ હોશિયાર ખેડુત?
ગુજરાત એ એક ખેતીપ્રધાન રાજ્ય છે,અને ગુજરાતમાં લગભગ અડધાથી વધારે લોકો ખેતી કરતાં જણાય છે. જ્યારે ગુજરાતમાં કેટલાક ખેડૂતો તો એવા છે જેઓ ભણ્યા હોવા છતાં, ગ્રેજયુટ હોવા છતાં પણ પોતાના બાપ દાદાના ધંધા સાતહ સંકળાયેલા છે. અને તેમણે પોતાના પુસ્તકિયા જ્ઞાન અને પોતાના વારસાગત આવડતના લીધે ખેતીમાં ઘણી એવી સફળતા હાંસલ કરી છે.
અને આ બધાને ધ્યાને રાખીને અત્યારે બેરોજગારીના સામેમાં અત્યારનો યુવાવર્ગ નોકરીની આશા રાખ્યા વગર પોતાના બાપદાદાના ધંધા અને ખેતી સાથે સંકળાયેલો છે. અને તેઓએ તેમાં સફળતા પણ હાંસલ કરી છે.
આજે આપણે વાત કરવાના છીએ ભારતનો એક એવો યુવા ખેડૂત કે જે પોતાના ખેતરની 25 વીઘા જમીનમાં 3000 રૂપિયાના ખર્ચે વાવેતર કરીને 25 લાખ રૂપિયાની કમાણી કરે છે. તો આ જેની વાત કરી રહ્યા છીએ તેનું નામ આજે રતન છે. આજે હિમાચલ પ્રદેશનો રહેવાસી અને એક ખેડુત પરિવાર માંથી આવતો યુવાન છે.
હિમાચલ પ્રદેશના રહેનારા અજય રત્ન એ 10 વર્ષ સુધી આસિસ્ટન્ટ એન્જિનિયરની નોકરી પણ કરેલી છે. અને અચાનક તેઓ ગુલામીથી કંટાળીને ઘરે આવીને અજયે ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી’ પદ્ધતિ અપનાવી ખેતીનો ખર્ચ શૂન્ય કરી લોકો માટે પ્રેરણારૂપ બન્યા.
શું છે તેમની આવકનો રાજ?
પ્રાકૃતિક ખેતીએ બદલી તસવીર - પ્રાકૃતિક ખેતી શીખ્યા પછી અજય 25 વીઘામાં આ પદ્ધતિ પ્રમાણે ખેતી કરી રહ્યા છે. આ સફળ મોડલને જોઈને વિસ્તારના અન્ય ખેડૂતો પણ તેમની સાથે જોડાયા છે. અજય માસ્ટર ટ્રેનર છે અને હજુ સુધી હજારો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે જાગૃત કરી ચૂક્યો છે. પ્રાકૃતિક ખેતીનુ સફળ મોડલ રજૂ કરવાને કારણે અજય રત્ન વર્ષ 2019માં ‘કૃષિ અનન્યા’ એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યો છે.
કઈ રીતે મળી તેમણે સફળતા?
નોકરી છોડ્યા પછી અજયને પિતા અને પરિવારનો સહયોગ મળ્યો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટે સૌથી જરૂરી દેશી નસ્લની ગાય છે, જે તેમની પાસે ન હતી. એટલા માટે તેમણે પરિવારજનો પાસેથી દેશી ગાય લીધી અને હવે પોતાની ગાયો ખરીદીને ન માત્ર પ્રાકૃતિક ખેતી માટે ઈનપુટ્સ તૈયાર કર્યા, પરંતુ દૂર-દૂરથી આવનારા ખેડૂતોને પણ ઉપલબ્ધ કરાવ્યા.
ઓછા ખર્ચમાં વધારે નફો – અજય દર વર્ષે 5 લાખ રૂપિયાથી વધારેની કમાણી કરે છે અને તેના માટે તેમનો ખર્ચ માત્ર 2થી 3 હજાર રૂપિયા આવી રહ્યો છે. હિમાચલ પ્રદેશ કૃષિ વિભાગ પ્રમાણે, તેઓ જણાવે છે, કે પ્રાકૃતિક કેતી પદ્ધતિ વિશે બજારમાંથી કોઈ પણ સામાન લાવવાની જરૂર હોતી નથી. ખેતીમાં પ્રયોગ થનારા બધા જ સંસાધન ઘરની આસ-પાસ જ મળી જાય છે, જેનાથી ખેતીની ખર્ચ ના બરાબર આવે છે. તેમણે જણાવ્યું કે, આ ખેતી પદ્ધતિથી માનવ સ્વાસ્થ્યની સાથે સાથે જમીનની સ્વાસ્થ્યમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે.
શાનું વાવેતર કરે છે અજય?
તેઓ, શેરડી, ઘઉં, વટાણા, સોયાબીન, મગ, હળદર, ટામેટા, શિમલા મરચું વગેરેની ખેતી કરી રહ્યા છે. રાસાયણિક ખેતીમાં ખર્ચ 30,000 રૂપિયા આવે છે અને કમાણી 45,00 રૂપિયા થાય છે. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટીને 3,000 રૂપિયા રહી ગયો અને નફો 5 લાખથી વધારે રહ્યો છે.