Search This Website

Monday 26 June 2023

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 30-06-2023

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 30-06-2023


વડોદરા મહાનગરપાલિકામાં ભરતી @ www.vmc.gov.in : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુન 2023 છે. વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ની વધુ માહિતી જેવી કે લાયકાત, અરજી કેવી રીતે કરવી વગેરે જેવી તમામ બાબત ની ચર્ચા કરીશું.


વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023

  • સંસ્થાનું નામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
  • આર્ટિકલનું નામ VMC Apprentice Bharti 2023
  • આર્ટિકલની કેટેગરી Latest Job
  • પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
  • નોકરીનું સ્થળ ગુજરાત
  • અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુન 2023
  • અરજી મોડ ઓફલાઈન
  • સત્તાવાર વેબસાઈટ @ www.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી માટે ખાલી જગ્યા વિગતો

  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે.
વડોદરા મહાનગરપાલિકામાં ભરતી માટે વય મર્યાદા

  • એપ્રેન્ટિસની જગ્યાઓ માટે વય મર્યાદા 18 – 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

  • અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં.
  • જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
  • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ @ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું.
  • અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં.
  • અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
  • અરજી કરનાર ઉમેદવારે @ www.apprenticeshipindia.org
  • પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.
  • એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ધોરણ ૧૨ પાસ કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
  • આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહીં.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાચો.


Important Link

ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો