Search This Website

Friday 30 June 2023

Gadar 2નું પહેલું ગીત થયું રિલીઝ, આંખોમાં આંખો પોરવી રોમાન્સ કરતાં જોવા મળ્યા સની દેઓલ અને અમીષા પટેલ

Song Release / 'ઉડ જા કાલે કાવા...' Gadar 2નું પહેલું ગીત થયું રિલીઝ, આંખોમાં આંખો પોરવી રોમાન્સ કરતાં જોવા મળ્યા સની દેઓલ અને અમીષા પટેલ

ગદર 2 ફિલ્મનું પહેલું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે આ ગીતમાં સની દેઓલ અને અમીષા પટેલની સુંદર જોડી જોવા મળી રહી છે, જે ચાહકોનું દિલ જીતી રહી છે.

ગદર એક પ્રેમ કથાને રિલીઝ થયાને 22 વર્ષ થઈ ગયા
ગદર 2 ફિલ્મનું પહેલું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે
ગીત 'ઉડ જા કાલે કાવા'માં જોવા મળી સની દેઓલ અને અમીષા પટેલની સુંદર જોડી

ગદર એક પ્રેમ કથાને રિલીઝ થયાને 22 વર્ષ થઈ ગયા છે પણ આજે એ લોકોના મનમાં આ ફિલ્મ છપાયેલ છે.



 'ગદર' ફરી રિલીઝ થઈ ત્યારથી થિયેટરોમાં ધમાલ મચાવી હતી અને એ વાત પણ નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ 'ગદર 2' ના ટીઝરમાં તારા સિંહ અને સકીના ફરી એક સાથે જોવા મળ્યા હતા. હવે 'ગદર 2'ના નિર્માતાઓએ ફેન્સને વધુ એક સરપ્રાઈઝ આપ્યું છે.
 
વાત એમ છે કે ફિલ્મનું પહેલું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત બાદ ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. હાલ સની દેઓલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાહેરાત કરી કે ફિલ્મ 'ગદર 2'નું પહેલું ગીત 'ઉડ જા કાલે કાવા' રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સની દેઓલ અને અમીષા પટેલની સુંદર જોડી જોવા મળી રહી છે, જે ચાહકોનું દિલ જીતી રહ્યું છે. આ ગીત જૂના ગીત 'ઉડ જા કાલે કાવા'ની રીમેક છે.



આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

સની દેઓલની ફિલ્મ 'ગદર-2' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં દસ્તક આપશે. ફિલ્મમાં સની ઉપરાંત અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા છે. ફિલ્મની શૂટિંગ, અહમદનગર, લખનૌઉ, પાલમપુર જેવા શહેરોમાં થઈ છે. 'ગદર-2'ની સૌથી પહેલી શૂટિંગ પાલમપુરના ભલેડ ગામમાં થઈ છે. આ નવી ફિલ્મ 2001ની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગદર'ની સિક્વલ છે. આ ફિલ્મમાં આગળની વાર્તા બતાવવામાં આવશે. આ સાથે સની અને અમીષાની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળશે.