ગોલ્ડન કાળ લગ્ન અને સગાઈ વચ્ચેનો સમય ઘણો નાજુક હોય છે. આથી આ સમયમાં ખાસ સતર્કતા રાખી અમુક નિયમનું પાલન કરવું જોઈએ.
- સગાઈથી લગ્નનો ગાળો ગણાય છે ગોલ્ડન કાળ
- આ સમયગાળા દરમિયાન ખાસ સતર્કતા રાખવી
પતિ પત્ની જ્યારે લગ્નના તાંતણે બંધાવાનું નક્કી કરે છે ત્યારે તેમની ખાસ જવાબદારી વધી જતી હોય છે. અમુક વખતે ઘરના સભ્યની ખુશી માટે હા પાડી દેવામાં આવતી હોય છે. જે આગળ જતા નડે છે. તેમા પણ લગ્ન અને સગાઈ વચ્ચેનો સમય ઘણો નાજુક હોય છે. આથી ગોલ્ડન કાળ ગણાતા આ સમયમાં ખાસ સતર્કતા રાખી અમુક નિયમનું પાલન કરવું જોઈએ.
ફોન પર વધારે ન કરવી વાત
સગાઈ પછી લગ્ન દરમિયાન લોકો સૌથી વધુ પોતાના સાથે વાતો કરતા હોય છે. આથી કપલ્સે ફોન પર વધારે વાત ન કરવી જોઈએ, કારણ કે સતત વાત કરવાથી તમારા અથવા તમારા પાર્ટનર વચ્ચે ઘણી તકરાર થઈ શકે જે મોટુ રૂપ ધારણ કરી લે છે.
એકબીજાને માન આપો
બે પતિપત્ની વચ્ચે દલીલને સૌથી વધુ અવકાશ હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન દલીલમાં એકબીજાને સમજો અને નિર્ણયનું સન્માન કરવું જોઈએ. ભૂલથી પણ બરાડા થકી અપશબ્દોનો ઉપયોગ કરીને જવાબ ન આપો.
અમુક વખતે તમારા પાર્ટનરની વાત અયોગ્ય હોય છે તો ત્યારે તેને સમજાવવા અને હેન્ડલ કરવાની યોગ્ય રીત પસંદ કરવી જોઈએ. વધુ દબાણ થાય તો લગ્ન પછી પણ તેમને તમારા નિયંત્રણમાં રહેવું પડશે.તેવા ડરને પગલે છુટ્ટા થવાના ચાન્સ વધી જાય છે.
કુટુંબ વિશે ખરાબ ન બોલો
લગ્ન એ બે લોકોનુ મિલન તો છે જ પણ ખાસ બે પરિવારોનું પણ મિલન છે, જેમાં બંનેએ એકબીજાના પરિવારનું સન્માન કરવું જોઈએ. તમારા જીવનસાથીને ભૂલથી પણ તમારા પરિવારને નુકસાન ન થાય તે જોવું રહ્યું!