ધરતી પર એકથી એક ચડીયાતી જડીબુટી છે, જે કોઈ સંજીવનીથી કમ નથી. આજે અમે આપને એક એવી ઔષધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના લાભ ગજબના છે. ઘાંસની માફક દેખાતી આ ઔષધિ કોઈ સંજીવનીથી કમ નથી.
જી હાં, આજે અમે વાત કરી રહ્યા છીએ ગુમા ઔષધિ જે દ્રૌણપુષ્પીના નામથી પણ ઓળખાય છે. આ ઔષધિનું નામ જેટલુ અજબ ગજબ છે, તેનાથી ક્યાંય વધારે તેના સ્વાસ્થ્ય ફાયદા પણ છે. તેને વિવિધ પ્રકારની કેટલીય ગંભીર બીમારીઓમાં ઉપયોગ કરાય છે.
આ ઔષધિ એક નાના છોડ તરીકે થાય છે, જે ખાસ કરીને રેતાળ માટીમાં જોવા મળે છે. તેના નાના નાના સફેદ રંગના ફુલ થાય છે. તેના અનેક નામ છે, જેમ કે દ્રૌણપુષ્પી, ગૂમાડલેડોના, ગોયા, મોરાપાતી, ગુમા અને ઘુસપીસગ વગેરે.
આ ઔષધિ તમામ ગંભીર બીમારીઓમાં રામબાણનું કામ કરે છે. આ ઔષધિને જ્વર નાશકના નામથી પણ ઓળખાય છે. આયુર્વેદ ચિકિત્સક ડો. સર્વેશ કુમાર જણાવે છે કે, આ એક ખૂબ જ મહત્વનો નાના છોડ છે. જેને ગુમા અથવા દ્રૌણપુષ્પીના નામથી ઓળખાય છે.
આ ઔષધિ સ્વસ્થ માનવ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ પ્રકારના પેટ સાથે જોડાયેલી બીમારી હોય અથવા જુનો દુખાવો, ગઠિયા સાથે જટિલ તાવમાં રામબાણનું કામ કરે છે.
આ છોડના પત્તા ઘસવાથી તુલસીના છોડ જેવી સુગંધ આવે છે. તે તાવ, વાત, પિત્ત દોષ, ટાઈફોઈડ, અનિંદ્રા, ન્યૂરોલોજિકલ, ડિસઓર્ડર, હિસ્ટીરિયા, ધાધર, ખંજવાળ, સોજો, ગઠિયા, એનીમિયા, ગેસ, ખાંસી-શરદી, આંખના રોગ, માથાનો દુખાવો અને વિંછીના ડંખ મારવામાં ખૂબ જ ઉપયોગી છે.
તેને સારી રીતે ધોઈને લોકો તેનો ભોજન સાથે પણ ઉપયોગ કરે છે. તેના પત્તાને સારી રીતે ઉકાળીને ઉકાળો બનાવીને પણ તેનું સેવન કરવામાં આવે છે.