Sev Usal Recipe: ઘરે જ સરળતાથી તૈયાર કરો વડોદરાનું ફેમસ ટેસ્ટી ફુડ સેવ ઉસળ, જાણો તેની રેસીપી
સેવ ઉસળની રેસીપી
બટાકા, ડુંગળી અને સેવમાંથી તૈયાર કરવામાં આવતી ગુજરાતી વાનગી સેવ ઉસળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
- કુલ સમય: 25 મિનિટ
- તૈયારીનો સમય: 5 મિનિટ
- રસોઈનો સમય: 20 મિનિટ
- કેટલા લોકો માટે: 3
- કેલરી: 250
સામગ્રી
- 1-1/2 કપ સફેદ વટાણા
- 1 ચમચી સેવ ઉસળ મસાલો
- 1/2 ચમચી મીઠું
- 1/2 ચમચી ધાણા પાવડર
- 1/2 ટીસ્પૂન જીરું પાવડર
- 1/4 ચમચી ગરમ મસાલો
- ગાર્નિશ માટે મસાલેદાર સેવ
- સમારેલી ડુંગળી
- 4 ચમચી પાણી
- 1 ચમચી હળદર પાવડર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
- 1 મોટી ચમચી ચણાનો લોટ
- 2/3 મોટી ચમચી પાણીમાં ઘોળ બનાવી લો
- 1/2 બાફેલા અને છીણેલા બટેટા
- 2 ચમચી તેલ
- 1 ટીસ્પૂન જીરું
- 2 સમારેલી ડુંગળી
- 3-4 કપ પાણી
- 2 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી તેલ તરી માટે
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 1/4 ચમચી હળદર પાવડર
- 6 લસણની કળી
- 1 ઇંચ ઝીણું સમારેલું આદુ
- 3 સમારેલા ટામેટાં
- 1 ચમચી ધાણા પાવડર
- 1 ટીસ્પૂન જીરું પાવડર
- સ્વાદ અનુસાર મીઠું
- દહીં
સેવ ઉસળ બનાવવાની રીત
- સૌથી પહેલા પલાળેલા સફેદ વટાણાને ધોઈને તેમાં આદુ, લસણ અને ડુંગળીને બ્લેન્ડરમાં પીસીને પેસ્ટ તૈયાર કરો.
- ત્યારબાદ ટામેટાની પ્યુરી બનાવીને તેને એક વાસણમાં રાખો અને કુકરમાં તેલ ગરમ કરો.
- હવે તેમાં જીરું ઉમેરીને જીરું ચટક્યા પછી ડુંગળીનો પેસ્ટ ઉમેરો.
- પેસ્ટને ફ્રાય કરીને આ મિશ્રણમાં ટામેટાની પ્યુરી ઉમેરો.
- તેમાં તમામ સૂકો મસાલો નાખીને સારી રીતે તળીને ઉપરથી મીઠું નાખી દો.
- ત્યારબાદ ચણાનો લોટ અને બાફેલા બટેટા ઉમેરો.
- આ પછી પલાળેલા સફેદ વટાણા ઉમેરીને 3 કપ પાણી ઉમેરો.
- હવે કૂકર બંધ કરીને ધીમી આંચ પર 3 સીટી લગાવો.
- આ પછી મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરી દો.
- હવે ઉસળ તૈયાર છે.
- તરી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં બધા સૂકા મસાલા અને 1/2 કપ પાણી મિક્સ કરો.
- તેમાં ગરમ મસાલો પણ ઉમેરીને મિશ્રણને ઉકળે ત્યાં સુધી ચઢવા દો.
- ત્યારબાદ ગેસ બંધ કરીને તરીને થોડી ઠંડી થવા દો.
- ત્યરાબાદ એક બાઉલમાં ઉસળ લઈને તેમાં દહીં અને મસાલેદાર સેવ અને ડુંગળી ઉમેરો.
- આ સેવ ઉસળ ઉપરથી લીલી ચટણી અને આમલી વાળી ખાટી મીઠી ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.