Ram janmabhoomi Pran Pratistha Live ;22 January 2024 રામજન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિસ્થા લાઈવ ; 22 જાન્યુઆરી 2024
રામજન્મભૂમિ પ્રાણ પ્રતિસ્થા લાઈવ ;22 જાન્યુઆરી 2024 ૐ વિશ્વના બધા જ રામભક્તોને નિવેદન
માતાઓ, બહેનો અને ભાઈઓ
આગામી પોષ સુદ, બારસ, વિક્રમ સંવત ૨૦૮૦ સોમવાર તા. (૨૨ જાન્યુઆરી, ૨૦૨૪)ના શુભદિવસે, પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે, શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવુ મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
🛕 આજથી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરુઆત
જાણો ડે ટુ ડે કાર્યક્રમનુ લીસ્ટ
- આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ લાગશે. તમે પણ આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે (સવારે ૧૧-૦૦ વાગ્યા થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી) આપણાં ગામ, મહોલ્લા, કોલોનીમાં આવેલ મંદિરની આસપાસ રામભક્તોને એકત્રિત કરજો, ભજન કીર્તન કરજો, ટેલીવિઝન અથવા કોઈ એલઈડી સ્ક્રીન લગાડીને અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો. શંખધ્વનિ, ઘંટનાદ, આરતી, પ્રસાદ વિતરણ વગેરે પણ કરવું. કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે. પોતાના મંદિરમાં સ્થિત દેવી-દેવતાના ભજનકીર્તન-આરતી-પૂજા તથા ‘શ્રીરામ જય રામ જય જય રામ' વિજય મહામંત્ર ૧૦૮ વાર સામૂહિક જાપ કરવો. એની સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામરક્ષા સ્તોત્ર વગેરેનો સામૂહિક પાઠ પણ કરી શકાય. બધા દેવી-દેવતા પ્રસન્ન થાય, સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સીધુ જ પ્રસારિત કરવામાં આવશે. બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે.
સાંજે સૂર્યાસ્ત બાદ |
- પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, દીપમાલિકા શણગારવી, વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવો જોઈએ.
નિવેદક : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર |
આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પછી પણ પ્રભુ શ્રીરામલલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારશો. શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરશો.
રામજન્મભૂમિ પ્રાણ પ્રતિસ્થા લાઈવ ;22 જાન્યુઆરી 2024 |
Live Will Be On 22nd January
અયોધ્યા રામ મંદિર લાઈવ અપડેટ જોવા માટે અહીં ક્લિક કરો.
👉ગર્ભગૃહમા સ્થાપિત કરવામા આવી ભગવાન રામલલાની મૂર્તિ.
ભગવાન શ્રીરામ ના પ્રથમ દર્શન કરો અહીં ક્લિક કરો