Search This Website

Friday, 14 March 2025

વગર પરીક્ષાએ SBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, મહિને મળશે 1 લાખ રૂ. સુધીનો પગાર, ફટાફટ કરો અરજી

વગર પરીક્ષાએ SBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, મહિને મળશે 1 લાખ રૂ. સુધીનો પગાર, ફટાફટ કરો અરજી


SBI Recruitment 2025: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં 273 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં મેનેજર રિટેલ પ્રોડક્ટ્સ, એફએલસી કાઉન્સેલર્સ અને એફએલસી ડાયરેક્ટર્સ સામેલ છે.

એસબીઆઈ બેન્કમાં નોકરીની તક

SBI Recruitment 2025: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં (SBI) નોકરી મેળવવાની સુવર્ણ તક છે. એસબીઆઈએ 273 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મેનેજર રિટેલ પ્રોડક્ટ્સ, એફએલસી કાઉન્સેલર્સ અને એફએલસી ડાયરેક્ટર્સની જગ્યા ભરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 માર્ચ છે.


જગ્યાની વિગતો

SBIએ જે ભરતી બહાર પાડી છે તેમાં સૌથી વધુ 263 જગ્યા એફએલસી કાઉન્સેલર્સની છે. ત્યારબાદ એફએલસી ડાયરેક્ટર્સની 6 જગ્યા, મેનેજર રિટેલ પ્રોડક્ટ્સની 4 જગ્યા પર ભરતી કરવામાં આવશે.