ગમે તેવા મોઢા અને જીભમાં પડેલા ચાંદાનો સૌથી અસરકારક ઉપાય છે આ.
મિત્રો આજે અમે તમને આ આર્ટીકલમાં જો તમને અવાર નવાર મોઢામાં ચાંદા પડતા હોય તો તેને કઈ રીતે દુર કરી શકાય તેના વિશે માહિતી આપીશું તથા ચાંદા પડવાનું મુખ્ય કારણ શું હોય છે તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી દઈશું.
તમને ખબર હશે કે જો તમારા મોઢામાં ચાંદા પડ્યા હોય તો કેટલી પરેશાની થતી હોય છે ચાંદા મોઢામાં જેવા પડે એટલે તમે કોઇપણ વસ્તુ ખાઈ શકતા નથી અને જેવા તમે કોઇપણ વસ્તુ ખાવા જાવ છો એટલે તરત મોઢામાં તમને બળતરા થતી હોય છે તથા અસહ્ય દુખાવો પણ થવા લાગે છે. મોઢામાં ચાંદા ગરમીને કારણે સૌથી વધુ પ્રમાણમાં પડતા હોય છે. તેથી ગરમ વસ્તુ ખાવી જોઈએ નહિ.
મિત્રો જો તમને એકવખત મોઢામાં ચાંદા પડે છે એટલે તેને ઠીક થતા ખુબજ વાર લગતી હોય છે લગભગ એકાદ અઠવાડિયા જેટલો તો સમય થતો જ હોય છે. મોઢામાં પડેલા ચાંદાને કોઇપણ દવા કરવા કરતા ઘરે જ દેશી ઓહડીયા દ્વારા કઈ રીતે ચાંદાનો ઈલાજ કરી શકાય તેના વિશે માહિતી આપી દઈએ. મોઢામાં ચાંદા ન પડે તેના માટે કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ તેના વિશે પણ તમને જરૂરી માહિતી આપી દઈશું.
ઉપાય 1 : તમને મોઢામાં ચાંદા પડ્યા છે તો તેને મટાડવા માટે એક ચમસી જેટલું સિંધવ મીઠું લેવાનું છે અને બે ચપટી જેટલું સિંધવ મીઠું તમારી હથેળીમાં લ્યો અને તેમાં અડધી ચમસી જેટલું તલનું તેલ નાખો ત્યારબાદ તેને બરાબર આંગળીની મદદથી હલાવીને મિક્સ કરી દ્યો અને તેને તમારા મોઢામાં જે જગ્યા એ ચાંદી હોય છે તે ભાગ ઉપર લગાડી દ્યો હવે તમે જેટલી મોઢામાંથી લાળ પડે એટલી પાડી દ્યો અને જેટલું થૂક આવે તેટલું બહાર થુંકી નાખો ત્યારબાદ 10 મિનીટ પછી તમારે સ્વચ્છ પાણીની મદદથી બહાર કોગળા કરી નાખવા.
ઉપાય 2 : તમારે બે થી ચાર ચપટી જેટલું મુલેઠીનું ચૂર્ણ હથેળીમાં લ્યો તથા તેમાં યોગ્ય માત્રામાં દેશી મધ નાખીને તેને બરાબર મિક્સ કરી નાખો અને તમારા મોઢામાં જે ભાગ ઉપર ચાંદા પડ્યા હોય તે ભાગ ઉપર આ મધ અને મુલેઠીનું જે મિશ્રણ બનાવ્યું છે તેને લગાડીને જેટલી લાળ નીચે પડે એટલી લાળ પડવા દ્યો, ૩થી 4 મિનીટ સુધી આ રીતે લાળ પડી જાય પસી તમે સ્વચ્છ પાણીની મદદથી કોગળા કરી નાખવાથી ફાયદો થાય છે.
ઉપાય 3 : તમારે એક બરફનો નાનો એવો ટુકડો રાખવાનો છે જેમ જેમ આ બરફનો ટુકડો મોઢામાં ઓગળતો જાય તેમ તેમ બહાર થુકતું રહેવાનું છે. આ જે બરફનો ટુકડો છે તેને મોઢામાં ફેરવતો રાખવાનો છે.
ઉપાય 4: તમે એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી લ્યો અને તેમાં થોડું દેશી મધ નાખો અને ચમસીની મદદથી તેને હલાવી નાખો અને તે પાણીને 20 થી 30 સેકંડ સુધી આમ નેમ મોઢામાં જ રહેવા દ્યો અને પસી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદા સાવ સારા થઇ જાય છે. દિવસમાં બે થી ત્રણ વખત આ રીતે કોગળા કરવાથી ચાંદા સારા થઇ જાય છે.
ખાવા-પીવામાં કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ: જો તમે દેશી ઉપાયો અજમાવશો એટલે તમને મોઢામાં પડેલી ચાંદી સાવ મટી જશે પરંતુ જો તમે ખાવા પીવામાં પુરતી સાવચેતી નહિ રાખો તો તમને ચાંદા સારા નહિ થાય માટે તમારે વધુ પડતું તીખું, તળેલું, વધુ પડતું મસાલા વાળું, બહારનું ફાસ્ટફૂડ, તેમજ ચટ્ટ-પટ્ટા ખોરાક ખાવાનું સાવ બંધ કરી દેવું જોઈએ. જો તમને સિંગમ ખાવાની ટેવ હોય તો તેને ખાવાનું પણ તમારે સાવ બંધ કરી દેવુ જરૂરી છે.
જે ફળોમાંથી વિટામીન C મળે તે ફળનું તમારે હંમેશા સેવન કરવાનું રહેશે તેમજ ખાટ્ટા ફળોનું સેવન કરવાથી ફાયદો થાય છે, તમે લીંબુ પાણી પણ પીય શકો છો તથા લીંબુનું જ્યુસ બનાવીને પણ સેવન કરી શકો છો, બની શકે તો આમળાં ખાવાથી પણ ચાંદા મટી જાય છે. જે વસ્તુ દૂધમાંથી બનેલી હોય તે વસ્તુનું સેવન કરવાનું રાખો કારણ કે દૂધ માંથી તમને વિટામીન B સારા એવા પ્રમાણમાં મળી રહે છે. તમે તમારા ભોજનની સાથે સાથે કાચી ડુંગળીનું સેવન કરવાથી ફાયદો થાય છે.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા જો તમને મોઢામાં ચાંદા પડ્યા હોય તો તે સમયે કેવો કેવો ખોરાક ખાવો જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તથા એવા ક્યાં ક્યાં દેશી ઓહડીયા અજમાવવાથી ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.