સામાન્ય રીતે આપણા ઘરની આજુબાજુ એવા કેટલાક વૃક્ષો વાવવામાં આવે છે, જે આપણા સ્વાસ્થય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આવું એક વૃક્ષ મહુડાનું વૃક્ષ છે. જે આપણા સ્વાસ્થય માટે કોઈ દવા કરતા ઓછું નથી, તેનાથી અગણિત બીમારીઓ દૂર કરી શકાય છે.
આમ તો મહુડાના વૃક્ષની બધી જ વસ્તુઓ લાભદાયી છે પંરતુ જ્યારે વાત તેના ફૂલોની આવે છે ત્યારે તેનો કોઈ જવાબ નથી. કારણ કે તે બીમાર વ્યક્તિ માટે દવાની જેમ કામ કરે છે અને ડોકટર પાસે ગયા બીમારી દૂર કરી શકે છે.
તમને જણાવી દઈએ કે મહુડાના ફૂલમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને બીજા ઘણા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે જાણીએ કે મહુડાના વૃક્ષ આપણને કેવી રીતે લાભ આપી શકે છે.
મહુડાના ફૂલમાં એન્ટી ઓક્સિડન્ટ મળી આવે છે, જે શરદી અને ઉધરસ ની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે. જો તમારા પેટમાં કરમિયા પડ્યા હોય તો પણ તમે મહુડાના ફૂલનો ઉપયોગ કરી શકો છો, કારણ કે તેમાં કૃમિનાશક ગુણધર્મો હોય છે.
આ સાથે ડાયાબીટીસ ની સમસ્યા દૂર કરવા માટે પણ તમે મહુડાના ફૂલનો ઉકાળો બનાવીને પી શકો છો. જો તમારા પેટમાં બળતરાં થઇ રહી છે અને ખાટા ઓડકાર આવે છે તો પણ તમે મહુડાના ફૂલ ખાઈ શકો છો. હકીકતમાં તેની તાસિર ઠંડી હોય છે, જે પેટના રોગોને દુર કરીને પેટમાં ઠંડક પ્રદાન કરે છે.
જો તમને આંખોમાં ખંજવાળ, દુઃખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે મહુડાના ફૂલોને આંખમાં આંજાવા જોઈએ, તેનાથી તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જશે અને તમને રાહત થશે.
આ સાથે મહુડાના ફૂલને ઘી સાથે મિક્સ કરીને તેને શેકીને ખાવામાં આવે તો આંખોના તેજમાં વધારો થાય છે. જો તમે આંખોના નંબરની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે આ ઉપાય કરવો જ જોઈએ.
જો તમારા દાંતમાં દુઃખાવો થાય છે અને અથાગ મહેનત કર્યા પછી પણ તે દૂર થઈ શકતી નથી તો તમારે મહુડાના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા મહુડાના પાનને પાવડર સ્વરૂપમાં ફેરવીને તેને દુઃખાવો થતો હોય ત્યાં થોડાક સમય સુધી દબાવી રાખવાથી રાહત મળે છે.
જો તમને કોઈ જગ્યાએ સાપ કરડ્યો હોય તો આખા શરીરમાં ઝેર ફેલાઈ નહી એટલા માટે તમારે અસરગ્રસ્ત વિસ્તાર ની આજુબાજુ મહુડાના બીજની પેસ્ટ બનાવીને લગાવી જોઈએ. તેનાથી ઝેર આખા શરીરમાં ફેલાઇ શકશે નહીં.
આ સાથે જો તમે આખો દિવસ માથાનો દુઃખાવો અનુભવો છો અને તણાવ રહે છે તો તમારે મહુડાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેને માથા પર ઘસવાથી તમને માનસિક રીતે શાંતિ મળે છે અને માથાનો દુઃખાવો પણ દૂર થાય છે.
જો તમે કોઈ જગ્યાએ દાઝી ગયા હોય અથવા ખંજવાળ આવતી હોય તો પણ તમે મહુડાના તેલનો ઉપયોગ કરી શકો છો. આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે પંરતુ અથાગ મહેનત કર્યા પછી પણ સુંદર દેખાઈ શકતો નથી.
જોકે તમને કહી દઈએ કે આવામાં તમારે મહુડાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેમાં એન્ટી તત્વો મળી આવે છે. જેને ચહેરા પર લગાવવાથી ચહેરા પર રહેલા ખરાબ બેક્ટેરિયા દૂર થઈ જાય છે અને તમને આરામ મળી શકે છે.