Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય માટે રૂપિયા 120000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000 સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પર તારીખ 01-04-2023થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Manav Kalyan Yojana 2023
પોસ્ટ નામ Manav Kalyan Yojana 2023
યોજના નામ માનવ કલ્યાણ યોજના 2023
વિભાગ કમિશ્નર, કુટીર અને ગ્રામઉદ્યોગ
સ્થળ ગુજરાત રાજ્ય સહાય સાધન/ઓજાર રૂપે સહાય
લાભ ગુજરાતના લોકો
સત્તાવાર વેબસાઈટ e-kutir.gujarat.gov.in
About Manav Kalyan Yojana 2023
ગુજરાત માનવ કલ્યાણ યોજના 2023 અંતર્ગત દરજીકામ, ભરતકામ, કુંભારીકામ જેવા 27 ટ્રેડમાં નાના પ્રકારના વેપાર / ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- અને (Gujarat Manav Kalyan Yojana 2023) શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000 સુધીની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન / ઓજાર સહાય તારીખ 11-09-2018ના ઠરાવોને સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના ગુજરાત માટે પાત્રતા
ઉંમર : 16 વર્ષ. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જીલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. 0 થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજુ કરવાનો રહેતો નથી. અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય માટે રૂપિયા 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000/- સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજુ કરવાનો રહેશે.
27 પ્રકારની ટુલકીટ્સ સહાય મળવાપાત્ર છે
વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ કુલ 27 પ્રકારની ટૂલકીટ સહાય મળવાપાત્ર છે જેમાં કડીયાકામ, સેન્ટીંગ કામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, મોચી કામ, ભારત કામ, દરજી કામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઈલેક્ટ્રીક એપ્લાયંસીસ, ખેતીલક્ષી લુહારી / વેલ્ડીંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સાવરણી સુપડા બનાવનાર, દુધ-દહીં વેંચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણાં બનાવટ, ગરમ ઠંડાપીણા અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોરમીલ, મસાલા મીલ, રૂની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો), મોબાઈલ રીપેરીંગ, પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ), હેર કટિંગ (વાળંદ કામ).
Manav Kalyan Yojana 2023 જરૂરી ડોક્યુમેન્ટની યાદી
માનવ કલ્યાણ યોજનાના લાભ માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી આ મુજબ છે. આધારકાર્ડ, રેશનકાર્ડ, રહેઠાણનો પુરાવો, અરજદારનો જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસના પુરાવા, વ્યાવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા, બાંહેધરીપત્રક (નોટરાઈઝ સોગંદનામું), એકરારનામું, વગેરે.
Manav Kalyan Yojana 2023 અરજી કરવાની રીત
Step 1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.
- જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
- માનવ કલ્યાણ યોજના ફોર્મ (ઓફલાઈન) અહીં ક્લિક કરો
- માનવ કલ્યાણ યોજના ફોર્મ (ઓનલાઈન) અહીં ક્લિક કરો
- અરજદારનું એકરારનામું ફોર્મ અહીં ક્લિક કરો
- ટુલકીટ્સ મુજબ સહાય અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 હેતુ શું છે ?
માનવ કલ્યાણ યોજનાનો ઉદ્દેશ્ય આદિજાતિ બાબતોના મંત્રાલયની મદદથી ચીનમાં નિરાધાર મજૂરો અને નાના કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
માનવ કલ્યાણ યોજના 2023 માટે કોણ અરજી કરી શકે છે ?
માનવ કલ્યાણ યોજના માટે પાત્ર બનવા માટે, તમે ગુજરાતના રહેવાસી હોવ, 16 થી 60 વર્ષની વચ્ચે હોવ અને ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ ધરાવતું હોવ. તમારી માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
Manav Kalyan Yojana 2023 નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે e-kutir.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Manav Kalyan Yojana 2023 List કઈ રીતે તપાસવું?
e-kutir.gujarat.gov.in પર જઈને લિસ્ટ તપાસી શકશો.
Important Link
- Download Official Notification 2023-24: Click Here
- Official Website: Click Here
- Check Application Status: Click Here
- Download Application Form : Click here
Start Apply online from | 01/04/2023 |