I khedut Subsidy: ગુજરાત સરકાર દ્વારા અવાર નવાર ખેડૂતો માટે જુદી જુદી યોજનાઓ લાવે છે ત્યારે ફરી એક વખત ખેડૂત માટે અલગ અલગ સહનની ખરીદી માટેની I khedut subsidy યોજના ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જો તમે ખેડૂત હોવ અથવા તમારા સબંધી ખેડૂત હોય તો તેમણે જણાવો કે તેમના માટે આ એક સારી યોજના છે જેમાંથી તમે ખેતી માટે ના સાધનોની ખરીદી કરી શકો છો. આ યોજના માટે ની સમૃર્ણ માહિતી નીચે મુજબ જોઈએ.
- I khedut Subsidy યોજના
- યોજના I khedut સહાય યોજનાઓ
- વિભાગ ખેતીવાડી વિભાગ
- અરજી મોડ ઓનલાઇન
- અરજી તારીખ 05-6-2023 થી
- ઓફીસીયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/
- લાભાર્થી રાજ્યના ખેડૂતો માટે
IKHEDUT Subsidy 2023
Ikhedut પોર્ટલ ખેતીવાડી ખાતાની વિવિધ સબસીડી યોજનાઓ માટે ૫/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ખુલ્લું મુકવામાં આવશે
જેમાં નીચેના ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી થઈ શકશે. જેમ જેમ વિવિધ ઘટકો માટે ઓનલાઇન અરજી શરૂ થશે તેમ લીસ્ટમા બતાવશે.
- ખેતરમા ગોડાઉન
- ટ્રેકટર
- રોટાવેટર
- કલ્ટીવેટર
- પ્લાઉ
- લેન્ડ લેવલર (સુપડી)
- ડીસ હેરો
- રીઝર
- ચાફકટર
- રીપર (ડાંગર કાપવાનુ સાધન)
- રીપર કમ બાઇન્ડર
- લેસર લેન્ડ લેવલર
- પાવર વીડર
- પાવર ટીલર
- પોસ્ટ હોલ ડીગર
- બ્રશ કટર
- વિનોવિંગ ફેન
અગત્યની લીંક
- Ikhedut Online Apply લિંક અહિં ક્લીક કરો
Ikhedut Subsidy 2023 ડોકયુમેન્ટ લીસ્ટ
ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે આવશ્યક ડોક્યુમેન્ટ નુ લીસ્ટ નીચે મુજબ છે.8 – અ ની નકલ
બેન્ક પાસબુકની નકલ
આધાર કાર્ડ
ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા
- વર્ષ 2023-24 માટે ખેતીવાડી વિભાગની વીવીધ સબસીડી યોજનાઓ અંતર્ગત સબસીસી માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના ગ્રામ પંચાયત મા VCE નો સંપર્ક કરી શકો છો. જો તમે જાતે ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો નીચે મુજબના સ્ટેપ મુજબ માહિતી વાંચી ઓનલાઇન અરજી કરી શકો છો.ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
- તેમા ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે ઉપલબ્ધ વીવીધ ઘટકોનુ લીસ્ટ દેખાશે.
- આ વીવીધ ઘટકો પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેની બધી શરતો અને માહિતી કાળજીપૂર્વક વાંચી લો.
- ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો ઓપ્શન પર જાઓ.
- તેમા સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો જેવી કે નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી જરૂરી વિગતો સબમીટ કરો.
- આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો નાખવાની રહેશે.
- છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીશન આપો.
- હવે આ અરજીની પ્રીંટ કાઢી લો.
- અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના ખેતીવાડી વિભાગની ઓફીસે જમા કરાવી દો.
ખાસ નોંધ: IKHEDUT સબસીડી યોજનાઓ માટે હવે લક્કી ડ્રો સીસ્ટમ ને બદલે વહેલા તે પહેલા ના ધોરણે લાભાર્થીની પસંદગી કરવામા આવે છે. જો તમે આ પૈકી કોઇ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઇન શરૂ થતાની સાથે જ તમારી ઓનલાઇન અરજી કરી દેવી જોઇએ.