How Can Delete Salary Break up in Praisa|| Praisa સોફ્ટવેર માં સેલરી બ્રેક અપ કેવી રીતે ડીલીટ કરશો ?
ગુજરાત સરકારના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓનો પગાર Praisa સોફ્ટવેર મારફત કરવાનો ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. સૌપ્રથમ ગુજરાત સરકારના દરેક કર્મચારીઓનો રજીસ્ટ્રેશન માં કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ નો સપ્ટેમ્બર મહિનાનો પગાર Praisa સોફ્ટવેરમાં કરવાનો નક્કી કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં કર્મચારીનો પગાર પૈસા સોફ્ટવેરમાં કરવા માટે કરવા માટે એપ્રિલ મહિનાથી દરેક કર્મચારીઓનો પગાર બિલ Praisa સોફ્ટવેરમાં નાખવા નું નક્કી કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનાના પગાર ની વિગતો નાખ્યા બાદ મેં જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિના નહીં પગારની વિગતો ની એન્ટ્રી Praisa માં કરવાની થાય છે.
Praisa સોફ્ટવેર માં સેલરી બ્રેક અપ કેવી રીતે ડીલીટ કરશો ?
Praisa સોફ્ટવેરમાં સેલેરી બ્રેકઅપ અને સેલેરી અસાઇન કરતી વખતે કોઈ વાર કોઈ ભૂલ રહી જતી હોય છે. કોઈ કર્મચારીને ઉચ્ચતર પગાર ધોરણ મળેલ હોય અને સેલેરી બ્રેકઅપ ડીલીટ કરવું પડતું હોય છે.Praisa સોફ્ટવેરમાં કર્મચારીઓની વિગતો મેં 2023 ની સ્થિતિએ નાખેલ હોવાથી એપ્રિલ મહિનાનો પગાર બનાવવાનો હોવાથી અમુક કર્મચારીઓનો સેલેરી બ્રેકઅપ સુધારવું પડતું હોય છે. Praisa સોફ્ટવેરમાં સેલેરી બ્રેકઅપ ડીલીટ કરવા માટે નીચે મુજબના સ્ટેપને અનુસરો.
Praisa સોફ્ટવેર માં સેલેરી બ્રેકઅપ ડીલીટ કરવા માટે ના સ્ટેપ
સેલરી પ્રોસેસ ડીલીટ કરવા માટેની સતા TDO લોગ in માં જ આપવામાં આવી છે.
- સૌપ્રથમ www.praisa.org ઓપન કરો.
- TDO લોગ ઇન ID અને Password નાખો.
- જે બ્રાન્ચનું સેલરી બ્રેક અપ ડીલીટ કરવું હોય તે branch select કરો.
- Continue પર ક્લિક કરો.
- Tools પર ક્લિક કરો.
- ત્યાર બાદ Salary Break-UP પર ક્લિક કરો.
- Employee ની બાજુમાં એક બોક્ષ હશે એની બાજુમાં ચાર ટપકા હશે એની પર ક્લિક કરો.
- એટલે નવું બોક્ષ ખુલશે એમાં Employee Name /Employee Code કોઈ પણ એક પસંદ કરી તમે શોધી શકશો.
- Value Name માં કર્મચારીનું નામ કે કર્મચારીનો કોડ નાંખી સર્ચ પર ક્લિક કરો.
- Search પર ક્લિક કરતા નીચે કર્મચારીની વિગતો દેખાશે.
- એમાં empcode ની આગળ Select લખેલું દેખાશે એના પર ક્લિક કરવું.
- આગળ જમણી બાજુ લાલ કલરમાં Reset અને વાદળી કલરમાં Search લખેલું હશે. એમાં સર્ચ પર ક્લિક કરો.
- એટલે નીચે કર્મચારીનું નામ દેખાશે. કર્મચારીના નામ ની આગળ લાલ કલરમાં ડસ્બીટન જેવું ડીલીટનું ઓપ્શન હશે. એના પર ક્લિક કરશો
- એટલે કર્મચારીનું Salary Break Up ડીલીટ કરી શકશો.
- એક વાત ખાસ યાદ રાખજો કે સેલરી પ્રોસેસ શરુ કરી દીધી હશે તો સેલરી બ્રેક અપ ડીલીટ કરી શકાસકે નહિ.
- સેલરી પ્રોસેસ અને પેમેન્ટ પે બીલ પપ્રોસેસ પૂરી કર્યા બાદ TDO લોગ in માં ઈ પગાર બીલ ડીલીટ કરી દીધા બાદ ઉપર મુજબની પ્રોસેસ કરી સેલરી બ્રેક અપ ડીલીટ કરી શકાશે.