આયુર્વેદના જાણકારી શુભમ જણાવે છે કે, ખાસ કરીને સરગવાનો ઉપયોગ લોકો શાકભાજી તરીકે કરતા હોય છે, પણ આયુર્વેદના જાણકાર તેના પત્તાનો પણ ઉપયોગ કરે છે. જાણકારીના અભાવમાં કોઈ પણ વ્યક્તિ ડોક્ટરની સલાહ બાદ તેનો ઉપયોગ કરી શકે છે.
ઔષધિય છોડના જાણકાર શુભમ જણાવે છે કે, સરગવામાં પ્રોટીનનો સારો એવો સ્ત્રોત હોય છે. સરગવાના પત્તામાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તેની સાથે જ તેમાં પોટેશિયમ, વિટામિન, કેલ્શિયમ અને ફોસ્ફોરસ પણ સારી એવી માત્રામાં જોવા મળે છે.
ખાસ કરીને લોકો સરગવાનો ઉપયોગ શાકભાજી તરીકે કરે છે. પણ જાણકારીના અભાવ તેના સાચો ઉપયોગ થઈ શકતો નથી. જો કે, ઘણા જાણકાર લોકો તો તેના પત્તાનો પણ સારો એવો ઉપયોગ કરે છે. પતંજલિના આયુર્વેદાચાર્ય ભુવનેશ જણાવે છે કે, સરગવાના પત્તામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે.
પતંજલિના આયુર્વેદાચાર્ય ભુવનેશનું કહેવું છે કે, જો કે, સરગવાના પત્તામાં કેટલાય ઔષધિય ગુણ ભરેલા હોય છે. તેમ છતાં પણ તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ બાદ જ કરવો જોઈએ. તેના ઉપયોગથી આંખની સમસ્યા, શરીરની દુર્બળતા, રોગ પ્રતિકારક શક્તિની કમી અને બેડ કોલેસ્ટ્રોલ જેવી કેટલીય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, Mytechnologyhubs.com તેની પુષ્ટિ કરતું નથી, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો.News by Tv18 Gujarati )